Crash Test/ હેચબેક Suzuki Baleno ને લેટિન NCAP ક્રેશ ટેસ્ટમાં મળ્યા ઝીરો સ્ટાર રેટિંગ

સુઝુકી બલેનોનું તાજેતરમાં લેટિન એનકેપનાં ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ દ્વારા ક્રેશ-ટેસ્ટ કરવામાં આવ્યું હતું જેમા પ્રીમિયમ હેચબેકને નિરાશાજનક ઝીરો-સ્ટાર રેટિંગ મળ્યું હતું.

Tech & Auto
બલેનો ક્રેશ ટેસ્ટ

સુઝુકી બલેનોનું તાજેતરમાં લેટિન એનકેપનાં ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ દ્વારા ક્રેશ-ટેસ્ટ કરવામાં આવ્યું હતું જેમા પ્રીમિયમ હેચબેકને નિરાશાજનક ઝીરો-સ્ટાર રેટિંગ મળ્યું હતું. અહીં સૌથી મોટી વાત એ છે કે લેટિન અમેરિકાનાં પ્રદેશમાં વેચાતી બલેનો ભારતમાં જાપાની કાર નિર્માતા કંપનીનાં ગુજરાત પ્લાન્ટમાં ઉત્પાદિત થાય છે. છેલ્લા બે મહિનામાં લેટિન NCAP તરફથી ઝીરો રેટિંગ મેળવનારી આ બીજી મેડ-ઇન-ઇન્ડિયા સુઝુકી કાર છે. ઓગસ્ટની શરૂઆતમાં, સ્વિફ્ટને પણ લેટિન NCAP તરફથી ઝીરો-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું હતું.

આ પણ વાંચો – મોંઘા પેટ્રોલ અને ડીઝલમાંથી છૂટકારો મળશે! / કાર ચલાવવા માટે 60 રૂપિયા પ્રતિ લીટરમાં મળશે ઈંધણ, સરકારે બનાવ્યો આ ખાસ પ્લાન

આપને જણાવી દઇએ કે, કારને પુખ્ત વયનાં લોકોની સુરક્ષા માટે 20.03 ટકા અને બાળકોની સલામતી માટે 17.06 ટકા સ્કોર મળ્યા છે. જે કારનું ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યું હતું તેમાં સ્ટાન્ડર્ડ તરીકે બે એરબેગ્સ હતી. તેને એડલ્ટ ઓક્યુુેન્ટ પ્રોટેક્શન માટે 20.03 ટકા અને બાળકોની સલામતી માટે 17.06 ટકાનો સ્કોર મળ્યો છે. બીજી તરફ, કારે રાહદારીઓની સુરક્ષા માટે 64.06 ટકાનો યોગ્ય સ્કોર મેળવ્યો હતો, જો કે, જ્યારે સલામતી સુવિધાઓની વાત આવે છે, ત્યારે સ્કોર ઘટીને નિરાશાજનક 6.98 ટકા થઈ ગયો હતો. જો કે, આપણે એ નોંધવું જોઈએ કે લેટિન NCAP એ આ વર્ષની શરૂઆતમાં તેની પરીક્ષણ નીતિઓ બદલી હતી, જે હવે વૈશ્વિક NCAP કરતાં વધુ કડક છે.

આ પણ વાંચો – હોવરબાઈક / વિશ્વની પ્રથમ હવામાં ઉડતી બાઈક રજૂ કરવામાં આવી, ટૂંક સમયમાં જ થશે ડિલિવરી, જાણો કિંમત અને બુકિંગ વિગતો

બલેનોનું ફ્રન્ટલ ઇમ્પેક્ટ અને સાઇડ ઇમ્પેક્ટ, વ્હિપલૈશ અને રાહદારીઓની સુરક્ષા માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. ફ્રન્ટલ ઇમ્પેક્ટ ટેસ્ટ દરમિયાન, કારે સ્થિર કામગીરી દર્શાવી હતી, જો કે, સાઇડ ઇમ્પેક્ટ ટેસ્ટમાં આગળનાં મુસાફરોની છાતીમાં ઇજા જોવા મળી હતી. વ્હિપલૈશ પરીક્ષણમાં ગરદનની ઓછી સુરક્ષા જોવા મળી હતી, જે બન્ને શૂન્ય સુરક્ષા રેટિંગનું મુખ્ય કારણ હતું. લેટિન NCAP કહે છે કે, સ્ટાન્ડર્ડ સાઇડ બોડી અને હેડ પ્રોટેક્શન એરબેગ્સનો અભાવ, સ્ટાન્ડર્ડ ESCનો અભાવ અને ચાઇલ્ડ રેસ્ટ્રેંટ સિસ્ટમની ભલામણ ન કરવાનો સુઝુકીનો નિર્ણય પણ કારનાં નબળા પ્રદર્શનમાં ફાળો આપે છે. લેટિન NCAP જણાવે છે કે યુરોપમાં વેચાતી બલેનો 6 એરબેગ્સ અને સ્ટાન્ડર્ડ ESC સાથે આવે છે, જ્યારે લેટિન અમેરિકામાં આ મોડલ નથી.