સવાલ જવાબ/ એલન મસ્કના સવાલનો તમે જવાબ આપ્યો કે નહિ?

ટ્વીટરના સીઈઓ પરાગ અગ્રવાલે લખ્યું હતું કે આ પોલનું પરિણામ ખૂબ મહત્વનું રહેશે.સાથે સાથે તેમને વોટર્ર્સને સાવચેત પણ કર્યા હતા.

Top Stories Tech & Auto
એલન

ટેસ્લાના સી.ઈ.ઓ એલન મસ્કએ ટ્વીટર પર એક પોસ્ટ કરી છે. જેમાં એલન મસ્ક યુઝર્સને પૂછે કે શું તેઓ એડિટ બટન ઈચ્છે છે? એલન મસ્કે ટ્વીટરના 9.2 પર્સન્ટેજ પેસિવ સ્ટેક્સ ખરીદ્યા છે. જેની કિંમત લગભગ ૩ અબજ ડોલર એટલે કે 22700 કરોડ રૂપિયા થાય છે. આ ખરીદી સાથે એલન મસ્ક માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરના સૌથી મોટા શેરહોલ્ડર બની ગયા છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી ટ્વીટરને લઈને એક પોલ ક્રિએટ કરી રહ્યા હતા અને યુઝર્સને સવાલ પૂછી રહ્યા છે.

એલન મસ્કના સવાલ ઉપર ટ્વીટરના સીઈઓ પરાગ અગ્રવાલે જવાબ આપ્યો છે. એલન મસ્કે યુઝર્સને પૂછ્યું હતું કે, શું તમે એડિટ બટન ઈચ્છો છો?તેના ઉપર ટ્વીટ કરતા ટ્વીટરના સીઈઓ પરાગ અગ્રવાલે લખ્યું હતું કે આ પોલનું પરિણામ ખૂબ મહત્વનું રહેશે. સાથે સાથે તેમને વોટર્ર્સને સાવચેત પણ કર્યા હતા કે લોકો સાવધાનીપૂર્વક વોટ કરે. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો ટ્વીટરના સીઈઓ પરાગ અગ્રવાલ લોકોને ખૂબ લાંબો વિચાર કરીને આ સવાલનો જવાબ આપવા માટે અપીલ કરતા હોય એવું જણાયું હતું.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પહેલી એપ્રિલના રોજ ટ્વિટરના ઓથેન્ટિક એકાઉન્ટમાંથી જણાવવામાં આવ્યું હતું કે તેઓ એડીટ બટન ઉપર કામ કરી રહ્યા છે. જોકે પહેલી એપ્રિલના રોજ આ જાહેરાત થઇ હોવાથી ઘણા લોકો આ બાબતને મજાક સમજ્યા હતા.

 

આ પણ વાંચો : કિમ જોંગની બહેને દક્ષિણ કોરિયાને આપી પરમાણુ હુમલાની ધમકી, ‘તબાહ કરી દઇશું’

આ પણ વાંચો :અયોધ્યામાં બસ પલટી જતાં 3 લોકોના મોત 15 ઘાયલ,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કર્યું

આ પણ વાંચો :રશિયામાં ડ્રાઇવિંગને લઈને વિચિત્ર કાયદા, જો તમે ઘરેથી ગંદી કાર લઈને નીકળ્યા તો રસ્તામાં કરવું પડશે આ કામ 

આ પણ વાંચો : શ્રીલંકાની દુર્દશા પર સંજય રાઉતે કહ્યું, ભારતની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે