નવી દિલ્હી,
છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ રહેલો ઘટાડો પણ યથાવત જોવા મળી રહ્યો છે. રવિવારે પેટ્રોલના ભાવમાં ૨૨ પૈસા તેમજ ડીઝલમાં ભાવમાં ૨૩ પૈસાનો ઘટાડો થયો છે.
આ ભાવ ઘટાડા સાથે રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત ૬૯.૦૪ રૂપિયા થઇ છે, જે વર્ષ ૨૦૧૮નો સૌથી ઓછો ભાવ છે. આ જ પ્રમાણે ડીઝલનો ભાવ ૬૩.૦૯ રૂપિયા થયો છે, જે છેલ્લા ૯ મહિનામાં સૌથી ન્યૂનતમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક દિવસને છોડ્યા બાદ ગત ૧૮ ઓક્ટોબરથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો યથાવત છે. જોવામાં આવે તો, ૧૮ ઓક્ટોબર પછી પેટ્રોલમાં ૧૩.૭૯ રૂપિયા અને ડીઝલમાં ૧૨.૦૬ રૂપિયાનો ઘટાડો થયો છે.
આ ભાવ ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે જોવા મળી રહ્યો છે. જો કે આ પહેલા એક લીટર પેટ્રોલનો ભાવ આર્થિક રાજધાની મુંબઈમાં ૯૦ રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો હતો.