Not Set/ 21 મિનીટ, 12 મિરાજ, 1000 કિલો બોમ્બ અને 300 આતંકી ઢેર!

પુલવામા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને પાઠ ભણવાની માંગ કરી રહેલ ભારતના લોકોને દેશની વાયુ સેનાએ મોટી ભેટ આપી છે. ભારતે મંગળવારે પાકિસ્તાનની અંદર હવાઈ હુમલામાં કરી સંખ્યાબંધ આતંકવાદી કેમ્પને લક્ષ્યાંક બનાવ્યું છે. આ કારવાહીમાં 300 થી વધારે ત્રાસવાદીઓ ઢેર થવાની શક્યતા છે. આને ભારતની બીજી સર્જીકલ સ્ટ્રાઈક કહેવામાં આવી રહી છે. આ અગાઉ, 2016 માં […]

Top Stories India Trending
ik 3 21 મિનીટ, 12 મિરાજ, 1000 કિલો બોમ્બ અને 300 આતંકી ઢેર!

પુલવામા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને પાઠ ભણવાની માંગ કરી રહેલ ભારતના લોકોને દેશની વાયુ સેનાએ મોટી ભેટ આપી છે. ભારતે મંગળવારે પાકિસ્તાનની અંદર હવાઈ હુમલામાં કરી સંખ્યાબંધ આતંકવાદી કેમ્પને લક્ષ્યાંક બનાવ્યું છે. આ કારવાહીમાં 300 થી વધારે ત્રાસવાદીઓ ઢેર થવાની શક્યતા છે. આને ભારતની બીજી સર્જીકલ સ્ટ્રાઈક કહેવામાં આવી રહી છે. આ અગાઉ, 2016 માં ઉરી હુમલા બાદ, ભારતીય સેનાએ સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી અને પાકિસ્તાનને કરારો જવાબ આપ્યો હતું. આવો જાણીએ ભારતીય વાયુસેનાના આ ઓપરેશન વિશે.

21 મિનીટનું ઓપરેશન..

ભારતીય વાયુસેનાનું આ ઓપરેશન માત્ર 21 મિનિટનું હતું. આ 21 મિનિટમાં પાકિસ્તાનના વિવિધ ભાગોમાં ભારતીય 12 મિરાજ ફાઇટરે હુમલો કર્યો જેમાં 300 થી વધુ આતંકવાદીઓએ ઢેર થયા હોવાનું સંભવ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતીય વાયુસેનાએ બાલાકોટ અને મુઝફ્ફરાબાદ ક્ષેત્રમાં આ હુમલો કર્યો હતો. માહિતી અનુસાર, વાયુસેના દ્વારા 1000 કિલો બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અગાઉ, પાકિસ્તાન આર્મીએ મીડિયા શાખા અંતર-સેવા જન સંપર્ક (આઇએસપીઆર)ના મહાનિદેશક મેજર જનલર આસિફ ગફુરએ ટ્વીટ કરી ભારતીય કાર્યવાહીને કન્ફર્મ કરી દીધી. જોકે, ભારતથી નુકસાનના દાવાને નકારી દીધો છે. ગફૂરે ટ્વીટ કરી, “ભારતીય વાયુસેનાના વિમાન મુઝફ્ફરાબાદ સેક્ટરથી ઘુસ્યા. પાકિસ્તાની વાયુસેનાની તરફથી સમયસર અસરકારક પ્રતિભાવ મળ્યા પછી, તેઓ ઉતાવળમાં બોમ્બ ફેંકીને બાલાકોટના નજીકથી બહાર નીકળી આવ્યા. આ બાબતમાં કોઈ નુકસાન નથી.”

આ હુમલા પછી બોર્ડર પર દેખરેખ વધારવામાં આવી છે. માહિતી અનુસાર, બીએસએફને ભારત પાકિસ્તાન પે એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. તો આંતરરાષ્ટ્રીય સીમા પર બીએસએફ તૈનાત છે. ભારત દ્રારા PoKમાં કરવામાં આવી છે. તેથી સરહદ નજીકના વિસ્તારોમાં અલર્ટ જારી છે.

આપને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલા બાદ, બંને દેશો વચ્ચે તણાવ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત પાકિસ્તાનને જવાબ આપવાના સંકેત આપ્યા હતા.

ભારતની તરફથી પાકિસ્તાનના વેપારના મોરચા પર પણ સખ્તી બતાવામાં અવી રહી છે. ભારતે તાજેતરમાં મોસ્ટ ફેવર્ડ નેશનલનો કબજો છિનવી લીધો છે જ્યારે આયાત શુલ્ક 200 ટકા વધારવામાં આવ્યું છે. ત્યારથી, પાકિસ્તાન પરેશાન કોવા મળી રહ્યું છે.