અપીલ/ મહેરબાની કરીને તંત્ર જાગે : દાંતાના જંગલમાં લાગેલી આગને ઝડપથી ઓલવે

દાંતા પાસે પુરવઠા ગોડાઉનની પાછળ દોઢ કિલોમીટર જેટલા વિસ્તારમાં આગ ફેલાય ચૂકી હોવા છતાં હજી તંત્ર દ્વારા આગને ઓળવવા માટે કોઈ કોશિશ કરવામાં આવી નથી.

Top Stories Gujarat Others
દાંતા

દાંતા માં જંગલોમાં ફરીથી આગ લાગી છે. એક અઠવાડિયામાં આ આગની ઘટના બીજી વખત બની છે. સ્થાનિકોનું કહેવું છે કે દાંતા પાસે પુરવઠા ગોડાઉનની પાછળ દોઢ કિલોમીટર જેટલા વિસ્તારમાં આગ ફેલાય ચૂકી હોવા છતાં હજી તંત્ર દ્વારા આગને ઓળવવા માટે કોઈ કોશિશ કરવામાં આવી નથી. સ્થાનિકોએ તંત્રને જાણ કરી છે છતાં કલાકો થયા છે અને આગ સતત ફેલાઈ રહી છે. આગકના ધુમાડાણા ગોટેગોટા નીકળી રહયા છે. જંગલ વિસ્તારમાં આગ ફેલાઈ હોવાથી વન્યજીવોમાં પણ ડર ફેલાય શકે છે અને જો જંગલમાં વધુ આગ ફેલાશે તો જંગલમાં વનસ્પતિ અને વન્ય જીવોને ગુમાવવાનો વારો આવી શકે છે. ખૂબ મોટું નુકસાન થઈ શકે છે છતાં તંત્ર હજી ઘટના સ્થળે પહોંચ્યું નથી.

દાંતાના ડુંગરો રીંછને જોવા માટે જેટલા જાણીતા છે એટલા જ જોખમી પણ છે. કારણકે આ સ્થળે ગરમીનો પારો ખૂબ ઊંચો રહે છે અને તેના કારણે ગમે ત્યારે આગ લાગી જાય છે. આવી જ આગ લાગવાની ઘટના શુક્રવારે બની હતી. જો કે રાહતની વાત એ છે કે દાંતાના ડુંગરો માં આગ ની જાણ થતાં તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી હતી. આગ લાગવાનું કારણ વધુ પડતી ગરમી અને વાંસના વૃક્ષ હોવાનું માનવામાં આવે છે. શુક્રવારે આગ લાગ્યા બાદ વધતી જતી આગને કારણે સ્થાનિકો પણ ચિંતામાં મુકાયા હતા અને વન્યજીવોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આજે બીજી વખત આ જંગલોમાં આગ લાગી છે. આ સ્થળે અવારનવાર આગ લાગતી રહે છે.

આ પણ વાંચો : પાટીદાર નેતા નરેશ પટેલ આજે સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

ગુજરાતનું ગૌરવ