અમદાવાદ/ PMના લગ્નની કંકોત્રી વાયરલ કરનાર સામે ફરિયાદ

અમદાવાદમાં નરેન્દ્ર મોદીની કંકોત્રી વાયરલ થતા ફરિયાદ નોંધવામાં આવી છે.સોશિયલ મીડિયા પર કબીર હાંડા નામના પ્રોફાઈલ ધારકે લગ્નની કંકોત્રી વાયરલ કરી હતી.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 70 PMના લગ્નની કંકોત્રી વાયરલ કરનાર સામે ફરિયાદ
  • અમદાવાદ : PMની કંકોત્રી વાયરલ કરનાર સામે ફરિયાદ
  • PMના લગ્નની કંકોત્રી બનાવી વાયરલ કરી હતી
  • PMની પ્રતિષ્ઠિતાને નુકસાન પહોંચે તેવી પોસ્ટ મુદ્દે નોંધી ફરિયાદ
  • સોશિયલ મીડિયામાં કંકોત્રી બનાવી વાયરલ કરી હતી

Ahmedabad News: અમદાવાદમાં નરેન્દ્ર મોદીની કંકોત્રી વાયરલ થતા ફરિયાદ નોંધવામાં આવી છે.સોશિયલ મીડિયા પર કબીર હાંડા નામના પ્રોફાઈલ ધારકે લગ્નની કંકોત્રી વાયરલ કરી હતી.જેમાં લગ્નનું સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બતાવામાં આવ્યુ હતું.PMની પ્રતિષ્ઠિતાને નુકસાન પહોંચે તેવી પોસ્ટ મુદ્દે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ સોશિયલ મીડિયા પર સતત વોચ રાખવા માટે સતર્ક છે, ત્યારે તેમના ધ્યાને આવ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કબીર હાંડા નામની પ્રોફાઇલ દ્વારા લગ્નની કંકોત્રી વાયરલ કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, અ.સૌ. હીરાબેન તથા દામોદરદાસ મોદીના સુપુત્ર ચિ. નરેન્દ્રના શુભ લગ્ન ચિં. મેલોની સાથે રાખેલ છે. જેમાં વડાપ્રધાનના ફોટાની સાથે એક મહિલાનો ફોટો પણ મુકવામાં આવ્યો હતો.

તેમજ સાથે મંડપ રોપણ, દાંડિયા રાસ, તથા જાન આગમન અને હસ્તમેળાપ તથા લગ્ન સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લખવામાં આવ્યું હતું. જ્યારે ટહુકામાં કોમેન્ટ લખી પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ દ્વારા આ પોસ્ટ હટાવી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.સાયબર ક્રાઇમ દ્વારા વડાપ્રધાન મોદીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાનું ધ્યાને આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ હટાવીને ફરિયાદ નોંધી તપાસ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: