ગુજરાત/ મીઠું પકવતાં અગરિયાઓને ફેફસાંનાં કેન્સરથી બચાવવા 21 વર્ષની યુવતી એકલી રણ ખુંદે છે

દેશનાં છેવાડાના માનવી તરીકે ઓળખાતા અગરિયા સમુદાયમાં તમાકુ અને દારૂના વ્યસનના લીધે ફેફસાના કેંસરનું પ્રમાણ અને 45થી 48 ડીગ્રી તાપમાનમાં સ્કીન કેંસરનું પ્રમાણ અને અગરિયા મહિલાઓમાં માસિક અનિયમીતતાની સાથે બ્રેસ્ટ કેંસરનું પ્રમાણ ચિંતાજનક હોય છે.

Gujarat Others
1 73 મીઠું પકવતાં અગરિયાઓને ફેફસાંનાં કેન્સરથી બચાવવા 21 વર્ષની યુવતી એકલી રણ ખુંદે છે

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

દેશનાં છેવાડાના માનવી તરીકે ઓળખાતા અગરિયા સમુદાયમાં તમાકુ અને દારૂના વ્યસનના લીધે ફેફસાના કેંસરનું પ્રમાણ અને 45થી 48 ડીગ્રી તાપમાનમાં સ્કીન કેંસરનું પ્રમાણ અને અગરિયા મહિલાઓમાં માસિક અનિયમીતતાની સાથે બ્રેસ્ટ કેંસરનું પ્રમાણ ચિંતાજનક હોય છે. ત્યારે ખારાઘોડાની 21 વર્ષની અગરિયા દિકરી કેંસરમાં એમએસસી કરી મીઠું પકવતા અગરિયાઓમાં કેંસરના નિદાન માટે રણ ખુંદવાની સાથે જાગૃતિ ફેલાવવાની ભગીરથ કાર્ય કરીને માનવતાની મહેંક પ્રસરાવી રહી છે.

ગુજરાત: દુર્લભ ઘૂડખરો સહિતનાં પ્રાણીઓને વાવાઝોડાનો અગાઉથી જ અંદેશો આવી ગયો હતો, પોતાના બચાવ માટે કર્યુ કઇંક આવુ

આજનાં આ ફરીફાઇ યુગમાં લોકો પોતાના સંતાનોને સારૂ ભણાવી-ગણાવીને શહેરોમાં કે વિદેશોમાં ધન કમાવવાની લાલસામાં લગાવી દે છે. જ્યારે કેટલોક યુવા વર્ગ જુદી માંટીનો ઘડાયેલો હોય છે કે જેને કપરી પરિસ્થિતિમાં ભણી-ગણીને પોતાના વિસ્તારના લોકોની સેવા કરવાની ચાહ હોય છે. આવી એક અનોખી કહાની ગુજરાતનાં સૌથી છેવાડે આવેલા કચ્છના નાના રણમાં મીઠું પકવી દેશના લોકોના ભોજનને સ્વાદિષ્ટ બનાવતા અગરિયા સમુદાય વચ્ચે જોવા મળી. સુરેન્દ્રનગર જીલ્લાના રણકાંઠે આવેલા એવા ખારાઘોડાની એક 21 વર્ષની અગરિયા દિકરી રિધ્ધી જયેશભાઇ બાથાણી નામની યુવતિએ કપરી પરિસ્થિતિમાં ધો.10 અને 12માં અવ્વલ નંબર સાથે પાસ કરી આગળ માઇક્રો બાયોલાજી સાથે કેંસર વિભાગમાં બીએસસી અને એમએસસી કરી એમાં મહાલત હાંસલ કરી હતી. અને કોરોનાના કપરા સમયગાળામાં પણ એણે પોતાના માદરે વતન ખારાઘોડા જઇ પોતાના દાદા બાબુભાઇ બાથાણી સાથે ચર્ચા કરી રણમાં મીઠું પકવતા અગરિયાઓમાં જોવા મળતા ફેફસાના કેંસર, સ્કીન કેંસર અને અગરિયા મહિલાઓમાં જોવા મળતા બ્રેસ્ટ કેંસર પર કામ કરવાની ઇચ્છા બતાવી હતી.

વાવાઝોડાની અસર: ખારાઘોડા રણમાં ચારેય બાજુ પાણી જ પાણી, તોય હજારો અગરિયાઓ તરસ્યા

વેરાન રણમાં મીઠું પકવતા અગરિયાઓમાં તમાકુ અને દારૂના વ્યસનના લીધે ફેફસાના કેંસરનું પ્રમાણ ચિંતાજનક હોય છે. જ્યારે અગરિયા મહિલાઓમાં પણ માસિક અનિયમીતતાની સાથે બ્રેસ્ટ કેંસરનું પ્રમાણ પણ ખુબ વધારે જોવા મળે છે. અને રણમાં 45થી 48 ડીગ્રી તાપમાનમાં મીઠું પકવતા અગરિયા સમુદાયમાં સ્કીન કેંસરનું પ્રમાણ પણ આઘાત જનક હોય છે. અને અગરિયાઓમાં જોવા મળતા કેંસરના લીધે એમના બાળકોમાં પણ જલ્દી એની ઇફેક્ટ જોવા મળે છે. અને અગરિયા મહિલાઓ એમના જાતિય રોગ ખચકાટના લીધે કોઇને કહી શકતી નથી. આથી અગરિયા દિકરી રિધ્ધી બાથાણીએ રણના અગરિયા સમુદાય માટે કેંસરમાં જાગૃતિ લાવવાનું મનોમન નક્કી કર્યુ. ત્યારની ઘડીને આજનો દિવસ ખારાઘોડાની 21 વર્ષની અગરિયા દિકરી રિધ્ધી બાથાણીએ એના પર રાત-દિવસ વર્ક કરવાનું શરૂ કર્યુ અને અગરિયા હિત રક્ષક મંચના સ્થાપક હરણેશભાઇ પંડ્યા સાથે વાત કરી પોતાને રણમાં અગરિયાઓમાં જોવા મળતા કેંસર માટે કામ કરવાની તૈયારી બતાવી એ કામમાં જોતરાઇ ગઇ. આજે આ યુવતિ મીઠું પકવતા અગરિયાઓમાં જોવા મળતા વિવિધ જાતના કેન્સરોના નિદાન અને જાગૃતિ લાવવાના કામમાં જોતરાઇ ગઇ.

ગોંડલ: આરોપીને ટીડીઓ કચેરીમાં હંગામી ધોરણે ફરજ બજાવતા શખ્સે અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર કાઢી આપ્યું તો બંને વિરુદ્ધ ગુનો નોંધાયો

મારા દાદા વર્ષોથી મીઠું પકવવાનું જ કામ કરે છે. અને અમારા સમાજમાં ભણતરનું પ્રમાણ ખુબ જ ઓછું હોવા છતાં એમણે મને ભણાવીને આ કક્ષા સુધી પહોંચાડી છે અને મારા દાદા મારા આદર્શ છે. મારે હજી આગળ કેંસર વિષયમાં જ પીએચડી કરી રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે જ કામ કરવું છે. મેં મારા દાદા સાથે અનેક વખત રણની મુલાકાત લઇ અગરિયા સમુદાય સાથે સમય વિતાવ્યો છે. હમણા મારા પપ્પાને પણ કોવિડ પોઝીટીવ આવ્યો હતો. પણ હવે સારૂ છે. અને હા જીવનમાં પૈસા કમાવો એ મારો ધ્યેય નથી. રણમાં મીઠું પકવતા 25 % અગરિયાઓમાં તમાકુ, સ્મોકીંગ અને દારૂ પીવાની લતના લીધે ફેફસાના કેંસરનું પ્રમાણ જોવા મળે છે. મારા એક અગરિયા મિત્ર મોતીભાઇ ભલાભાઇને ફેફસાના કેંસરના નિદાન માટે અમદાવાદ લઇ જવાતા મારી પૌત્રી રિધ્ધી એમને મળ્યાં બાદ એને રણના અગરિયાઓમાં જોવા મળતા કેંસર માટે કામ કરવાની ઇચ્છા જાગી. અને આજના હરીફાઇ ભર્યા યુગમાં યુવાઓમાં વતનની સેવાની ચાહ ગૌરવ લેવા જેવી બાબત છે.

kalmukho str 26 મીઠું પકવતાં અગરિયાઓને ફેફસાંનાં કેન્સરથી બચાવવા 21 વર્ષની યુવતી એકલી રણ ખુંદે છે