transfer/ ગુજરાતના 7 સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી,જાણો કોને કયો વિભાગ સોંપાયો

ગુજરાતમાં એક સાથે 7 સનદી અધિકારીની બદલી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે, રાજ્ય સરકારે લોકસભાની ચૂંટણી પહેલા જ સાત અધિકારીઓની બદલી કરી દીધી

Top Stories Gujarat
1 3 ગુજરાતના 7 સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી,જાણો કોને કયો વિભાગ સોંપાયો
  • રાજ્યના 7 સનદી અધિકારીઓની બદલી
  • કમલ દયાણી ACS સામાન્ય વહીવટ વિભાગ
  • મનોજકુમાર દાસ ACS મહેસુલ વિભાગ
  • એમ.કે દાસને વાહન વ્ય. વિભાગનો વધારાનો હવાલો
  • મોના ખંધાર પંચાયત અગ્ર સચિવ
  • ખંધારને મહેસુલનો વધારાનો હવાલો સોંપાયો
  • અશ્વિની કુમાર અગ્ર સચિવ શહેરી વિકાસ તરીકે બદલી
  • રમત ગમતનો વધારાનો હવાલો સોંપાયો
  • મનીષ ભારદ્વાજ CEO GSDMA
  • આરતી કંવર નાણાં વિભાગ (આર્થિક) સચિવ
  • કંવરને રેસિડેન્સ કમિશ્નરનો વધારાનો હવાલો
  • રાજકુમાર બેનીવાલ મેરિટાઇમ બોર્ડના CEO
  • બેનીવાલને ગુજરાત શહેરી વિકાસ મિશનનો વધારાનો હવાલો

ગુજરાતમાં એક સાથે 7 સનદી અધિકારીની બદલી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે, રાજ્ય સરકારે લોકસભાની ચૂંટણી પહેલા જ સાત અધિકારીઓની બદલી કરી દીધી. કમલ દયાણીને ACS સામાન્ય વહીવટ વિભાગમાં બદલી કરવામાં આવી છે. .જયારે મનોજ કુમરા દાસને એસીએસને મહેસૂલ વિભાગ,એમકેદાસને વાહન વ્યવહાર વિભાગનો વધારાનો હવાલો સોપાયો છે.આ ઉપરાંત મોના ખંધારને અગ્ર સચિવ સોપાયો છે, ખંધારને મહેસૂલનો વધારાનો હવાલો સોપાયો છે. અશ્વિન કુમારને અગ્ર સચિવ શહેરી વિકાસ તરીકે જવાબદારી સોપાઇ છે, આ ઉપરાંત રમતગમતનો વધારાનો હવાલો સોપવામાં આવ્યો છે, મનીષ ભાદ્રરાજ સીઇઓ જીએસડીએમએઅને આરતી કંવર નાણાં વિભાગના સચિવ બનાવામાં આવ્યા છે. આ સાથે કંવરને રેસિડેન્સ કમિશનરનો વધારાનો હવાલો સોપાયો હતો. જયારે રાજકુમાર બેનીવાલ મેરિટાઇમ બોર્ડના સીઇઓની જવાબદારી સોંપાઇ. તેમને ગુજરાત વિકાસ મિશનનો વધારાનો હવાલો પણ સોપવામાં આવ્યો છે.

 

 

1 2 ગુજરાતના 7 સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી,જાણો કોને કયો વિભાગ સોંપાયો