Not Set/ હવે આ કર્મચારીઓને પણ મળશે DA માં વધારાનો લાભ, જાણો

જમ્મુ -કાશ્મીર સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ભેટ આપી છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કર્યો છે. સરકારે રાજ્યનાં સરકારી કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાને 17 ટકાથી વધારીને 28 ટકા કર્યો છે.

Top Stories Business
DA

કેન્દ્ર સરકારે કર્મચારીઓને મોંઘવારી ભથ્થા પર લગાવેલી રોકને હટાવવાનો નિર્દેશ આપતા તેમને ભેટ આપી છે. કેન્દ્ર સરકારનાં નિર્ણય બાદ હવે કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો થયો છે અને હવે તે 17 ટકાથી વધીને 28 ટકા થયો છે. કેન્દ્ર સરકાર બાદ જમ્મુ -કાશ્મીરનાં કર્મચારીઓ અને પેન્શનધારકો માટે પણ સારા સમાચાર આવ્યા છે.

DA

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / ભારતીય પુરુષ હોકી ટીમને સેમિફાઈનલમાં મળી કારમી હાર

જમ્મુ -કાશ્મીર સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ભેટ આપી છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કર્યો છે. સરકારે રાજ્યનાં સરકારી કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાને 17 ટકાથી વધારીને 28 ટકા કર્યો છે. સૂચનો અનુસાર, કર્મચારીઓને 1 જુલાઈથી આ વધેલુ મોંઘવારી ભથ્થું મળશે.

DA

આ પણ વાંચો – હોકીમાં ચક દે ઇન્ડિયા! / ભારતીય મહિલાઓએ ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને પ્રથમ વખત સેમિફાઇનલમાં જગ્યા બનાવી ઇતિહાસ રચ્યો

જમ્મુ અને કાશ્મીર પહેલા ઝારખંડ સરકારે પણ ડીએ 17 ટકાથી વધારીને 28 ટકા કર્યુ હતુ. વળી, કર્ણાટક સરકારે પણ મોંઘવારી ભથ્થાને 11.25 ટકાથી વધારીને 21.5 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. બંને રાજ્યો ઉપરાંત હરિયાણા, રાજસ્થાનમાં પણ કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે. આપને જણાવી દઈએ કે, 14 જુલાઈનાં રોજ કેન્દ્રએ મોંઘવારી ભથ્થાને ફરીથી લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો, જે દોઢ વર્ષથી અટકેલો છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 17 થી 28 ટકાનો વધારો કર્યો છે. આ વધારા બાદ કર્મચારીઓનો પગાર વધશે.

DA

આ પણ વાંચો – મોંઘવારી / ઓગસ્ટનાં પહેલા જ દિવસે નાગરિકો પર વધુ એક મોંઘવારીનો માર, LPG સિલિન્ડરનાં ભાવ વધ્યાં

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને હવે ડબલ ફાયદો મળશે. 28 ટકાનાં દરથી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતની જાહેરાત બાદ હવે સરકારી કર્મચારીઓને હાઉસ રેન્ટ અલાઉન્સ એટલે કે ‘એચઆરએ’ માં પણ વધારો મળી શકે છે. મોંઘવારી ભથ્થામાં વધારા સાથે એચઆરએમાં વૃદ્ધિ આપવાનો નિયમ છે. હાલમાં ‘એક્સ’ કેટેગરીનાં શહેરોમાં પોસ્ટ કરાયેલા કર્મચારીઓને તેમના મૂળ પગારનાં 24 ટકા એચઆરએ મળે છે. જયારે ‘વાય’ કેટેગરી માટે 16 ટકા અને ‘ઝેડ’ કેટેગરીના શહેરોમાં કામ કરતા કર્મચારીઓને 8 ટકા આપવામાં આવે છે. ડી.એ. વધાર્યા બાદ હવે આ ત્રણ કેટેગરીના સ્થળોએ કાર્યરત કર્મચારીઓનું એચઆરએ પણ વધારવામાં આવશે. વધારા પછી નવા એચઆરએ દર 27 ટકા (એક્સ કેટેગરી), 18 ટકા (વાય કેટેગરી ) અને 9 ટકા (ઝેડ કેટેગરી ) માટે રહેશે.