મોંઘવારી !/ ઓગસ્ટનાં પહેલા જ દિવસે નાગરિકો પર વધુ એક મોંઘવારીનો માર, LPG સિલિન્ડરનાં ભાવ વધ્યાં

ઓગસ્ટનાં પ્રથમ દિવસે સામાન્ય જનતાને મોંઘવારીનો આંચકો લાગ્યો છે. સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરનાં ભાવમાં વધારો કર્યો છે.

Top Stories Business

ઓગસ્ટનાં પ્રથમ દિવસે સામાન્ય જનતાને મોંઘવારીનો આંચકો લાગ્યો છે. સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરનાં ભાવમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 73.50 રૂપિયાનો વધારો કરી દીધો છે. આ પછી, દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1623 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયું છે. 14.2 કિલો ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો – Interesting / બગીચામાં ફરતી મહિલા પર 100 થી વધુ ઉંદરોએ કર્યો હુમલો, કોતરવા લાગ્યા પગ

વાહન ઈંધણથી માંડીને ખાદ્યતેલ સુધીનાં ભાવ આ સમયે આસમાને પહોંચી ગયા છે, આ દરમ્યાન ઓઇલ કંપનીઓએ વધુ એક મોટો ફટકો આપીને નાગરિકોની ચિંતમાં વધારો કરી દીધો છે. આજે એટલે કે 1 ઓગસ્ટથી દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 73 રૂપિયાથી વધુનો વધારો કર્યો છે. જાહેર કરવામાં આવેલા નવા ભાવ આજથી દેશભરમાં લાગુ થશે. હવે તમારે દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1623 રૂપિયા ચૂકવવા પડશે. જણાવી દઇએ કે, ઘરેલું સિલિન્ડરની કિંમતોમાં ગયા મહિને જ વધારો થયો છે. 1 જુલાઈનાં રોજ 14.2 કિલો ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વર્ષે ઘરેલું સિલિન્ડરની કિંમતમાં 138.50 રૂપિયાનો વધારો થયો છે. આ વર્ષે 1 જાન્યુઆરીએ દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી. જે હવે 834.50 રૂપિયામાં મળી રહ્યો છે. દેશનાં અન્ય મોટા શહેરોમાં 14.2 કિલો સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં સબસિડી વગરનાં 14.2 કિલોનાં સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયા, કોલકાતામાં 861 રૂપિયા, મુંબઈમાં 834.50 રૂપિયા અને ચેન્નઈમાં 850.50 રૂપિયા છે.

આ પણ વાંચો – રાજકારણ / ભાજપનાં સાંસદ કિરોડી લાલ મીણાની પોલીસે કરી ધરપકડ, જાણો કારણ

સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ 19 કિલો વ્યાપારી ગેસ સિલિન્ડરની કિંમતમાં 73.50 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં 19 કિલોનાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 73 રૂપિયા વધીને 1623.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 72.50 વધીને 1623 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં 19 કિલોનાં સિલિન્ડરની કિંમત હવે 1579.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1761 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે, તમારે સરકારી પેટ્રોલિયમ કંપનીઓની વેબસાઇટ પર જવું પડશે. જણાવી દઇએ કે, દર મહિનાની પહેલી તારીખે કિંમતો નક્કી કરવામાં આવે છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. આ પછી, તેઓ કિંમત વધારવા અથવા ઘટાડવાનું અથવા તેને યથાવત રાખવાનું નક્કી કરે છે.