Rajasthan/ ભજનલાલ શર્મા આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે,PM મોદી સહિતના નેતા રહેશે હાજર

ભજનલાલ શર્મા ભાજપે શપથ ગ્રહણ સમારોહમાં એક લાખ લોકોની ભીડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

Top Stories India
YouTube Thumbnail 2023 12 15T081225.420 ભજનલાલ શર્મા આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે,PM મોદી સહિતના નેતા રહેશે હાજર

રાજસ્થાન: ભજનલાલ શર્મા શુક્રવારે સવારે 11:15 વાગ્યે રાજસ્થાનના મુખ્યમંત્રી પદ તથા ગોપનીયતાના શપથ લેશે. તેમની સાથે બે નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા પણ શપથ લેશે. રાજ્યપાલ કલરાજ ત્રણેયને શપથ લેવડાવશે. જયપુરમાં આલ્બર્ટ હોલની સામે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહેશે.

રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને અડધો ડઝન કેન્દ્રીય મંત્રીઓ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવત, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવં અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ તેમજ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક નેતાઓ હાજર રહેશે. આ પ્રસંગે પીએમ મોદી પણ સંબોધન કરી શકે છે.

ભાજપે શપથ ગ્રહણ સમારોહ માટે એક લાખ લોકોની ભીડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદીની ગેરંટીઓની ઝલક જોવા મળશે. શહેરના મુખ્ય માર્ગો પર મોદીની ગેરંટી અને કેન્દ્ર સરકારની યોજનાઓના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. શહેરના મુખ્ય ચોક અને પ્રવેશ માર્ગોને શણગારવામાં આવ્યા છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: