અસર/ ચીનમાં વીજળીની કટોકટી ,અર્થવ્યવસ્થા પર થઇ શકે છે મોટી અસર

નોમુરા હોલ્ડિંગ્સ લિમિટેડ અને ચાઈના ઈન્ટરનેશનલ કેપિટલ કોર્પોરેશને વીજળીની અછતને કારણે તેમની વૃદ્ધિની આગાહીમાં ઘટાડો કર્યો છે

Top Stories
vv ચીનમાં વીજળીની કટોકટી ,અર્થવ્યવસ્થા પર થઇ શકે છે મોટી અસર

ચીનમાં વીજળીની કટોકટી વધી છે. ઘણા રાજ્યોમાં લોકોને માત્ર અંધારામાં રાત વિતાવવી પડી રહી છે, પણ અછત એટલી વધી ગઈ છે કે આર્થિક ગતિવિધિઓ અટકી જવાને કારણે અર્થતંત્રને ભારે ફટકો પડવાની શક્યતા છે. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિક્ષેપો અન્ય દેશો પર પણ અસર કરી શકે છે.

ઉત્તર ચીનના ઘણા પ્રાંતોમાં વીજળીની તીવ્ર અછત છે. ટ્રાફિક લાઇટ બંધ હોવાના કારણે રસ્તાઓ પર અંધાધૂંધીનું દ્રશ્ય છે. ઓસ્ટ્રેલિયા કરતા મોટું શહેર, ગુઆન્ડોંગ એક ઔદ્યોગિક કેન્દ્ર છે. અહીં લોકોને ઘરમાં કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવાની અને એસીનો ઉપયોગ ઓછો કરવાની સલાહ આપવામાં આવી છે. અહીં કારખાનાઓમાં પહેલેથી જ વીજ કાપ છે. ઘરેલુ ગ્રાહકોને પડતી સમસ્યાઓ એ પણ દર્શાવે છે કે ચીનમાં વીજળીની કટોકટી કેટલી ઝડપથી વધી રહી છે, કારણ કે સામાન્ય રીતે અહીં એવું છે કે જ્યારે પુરવઠામાં અછત હોય ત્યારે પ્રથમ મોટા ઔદ્યોગિક ગ્રાહકોને વપરાશ ઓછો કરવાનું કહેવામાં આવે છે. નોમુરા હોલ્ડિંગ્સ લિમિટેડ અને ચાઈના ઈન્ટરનેશનલ કેપિટલ કોર્પોરેશને વીજળીની અછતને કારણે તેમની વૃદ્ધિની આગાહીમાં ઘટાડો કર્યો છે. વૈશ્વિક સપ્લાય ચેઇનને પણ કારખાનાઓમાં વીજળીના કાપથી અસર થવાની ધારણા છે.

ચીનમાં પાવર કાપના બે કારણો છે. કેટલાક પ્રાંતોએ ઉત્સર્જનના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે ઔદ્યોગિક કાપનો આદેશ આપ્યો છે, જ્યારે અન્યને કોલસા અને કુદરતી ગેસના ખર્ચમાં વધારો થતાં વાસ્તવિક વીજળીની અછતનો સામનો કરવો પડે છે. ચીનના સરકારી અખબારે રવિવારે એક સંપાદકીયમાં લખ્યું હતું કે વીજળીના અભાવે કંપનીઓ માલના ભાવમાં વધારો કરશે. તે અર્થતંત્ર અને સમાજમાં બિનજરૂરી અરાજકતા લાવશે. લિયાઓનિંગ, જિલિન અને હીલોંગજિયાંગ જેવા ઉત્તરીય પ્રાંતોએ સપ્તાહના અંતે બ્લેકઆઉટનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક લાઇટ બંધ હોવાના કારણે રસ્તાઓ પર અંધાધૂંધી હતી. ચીની મીડિયામાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વીજળીની આ તંગી આવતા વર્ષે માર્ચ સુધી રહી શકે છે અને લોકોને પાણીના કાપ માટે પણ તૈયાર રહેવું જોઈએ.

ગુઆન્ડોંગના વીજ પ્રશાસને રવિવારે સમાજના તમામ વર્ગોને વીજ કટોકટીમાં મદદ કરવા અપીલ કરી હતી. કારખાનાઓમાં પહેલેથી જ મોટા પ્રમાણમાં કાપ છે. હવે ઓફિસોમાં કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે ત્રણ માળ સુધી જવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરો. શોપિંગ મોલ્સને જાહેરાત બોર્ડમાં સ્થાપિત લાઇટનો ઉપયોગ ઓછો કરવા માટે કહેવામાં આવ્યું છે, જ્યારે સામાન્ય લોકોને કુદરતી પ્રકાશનો ઉપયોગ કરતી વખતે એસીને 26 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રાખવાની સલાહ આપવામાં આવી છે.

એક રિપોર્ટ પ્રમાણે વીજળીની કટોકટીના કારણે ચીનનો વિકાસ દર 0.1 થી 0.15 ટકા પોઇન્ટ ઘટી શકે છે. નોમુરાએ પહેલાથી જ તેના સંપૂર્ણ વર્ષના વિકાસની આગાહીને 8.2 ટકાથી ઘટાડીને 7.7 ટકા કરી દીધી છે. હવે વીજળીના સંકટને કારણે વધુ કાપ મુકવાની શક્યતા છે.