Hyderabad/ પ્રિયંકા ગાંધીએ તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવ પર કર્યા કટાક્ષ કહી આ મોટી વાત

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે (08 મે) તેલંગાણા પ્રવાસ પર હૈદરાબાદ પહોંચ્યા અને યુવા સંઘર્ષ રેલીને સંબોધિત કરી

Top Stories India
1 5 પ્રિયંકા ગાંધીએ તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવ પર કર્યા કટાક્ષ કહી આ મોટી વાત

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે (08 મે) તેલંગાણા પ્રવાસ પર હૈદરાબાદ પહોંચ્યા અને યુવા સંઘર્ષ રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની BRS સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસની રેલીમાં આવેલી આ ભીડ તેલંગાણામાં આવનારા પરિવર્તનનો પ્રત્યક્ષ સાક્ષી છે.

કોંગ્રેસના મહાસચિવે વચન આપ્યું હતું કે, જો તેલંગાણામાં અમારી સરકાર બનશે તો અમે તમને આપેલા તમામ વચનો પૂરા કરીશું અને જો અમે અમારા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહીશું તો તમે અમને પાંચ વર્ષ પછી સરકારમાંથી દૂર કરી દેશો. આ સાથે તેમણે રોજગાર, દેવા અને ખેડૂતોના મુદ્દાઓ પર રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા.

રેલીમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું, “બીઆરએસ સરકારે કહ્યું હતું કે તે તમને દેવામાંથી મુક્ત કરવા માંગે છે, પરંતુ આજે પણ 2.5 લાખ ખેડૂતો દેવા હેઠળ છે, દરરોજ લગભગ 3 ખેડૂતો આત્મહત્યા કરે છે. કેસીઆરજીએ કહ્યું હતું કે દરેક ઘરમાં એક નોકરી મળશે. શું તમને નોકરી મળી છે? અહીં 40 લાખ યુવાનો બેરોજગાર છે. 2018માં તેમણે કહ્યું હતું કે દર મહિને 3,000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. 2 લાખ સરકારી નોકરીઓની જગ્યાઓ ખાલી છે પણ ભરાતી નથી.

તેમણે એમ પણ કહ્યું કે અહીંની સરકારે તમારી બધી આશાઓ પર પાણી ફેરવવાનું કામ કર્યું છે. અહી કોઇપણ ભરતી કૌભાંડો વગર પૂર્ણ થઇ નથી. શિક્ષણનું બજેટ પણ ઘટી ગયું છે અને દરેક વ્યક્તિ પર દેવાની સ્થિતિ છે.