Not Set/ તમિલનાડુ : વિવાદોમાં ઘેરાયેલ સ્ટરલાઈટ કોપર પ્લાન્ટની કંપની ફરીથી થશે શરુ

તુતીકોરીન તુતીકોરીન સ્થિત વેદાંતા ગ્રુપની કંપની સ્ટરલાઈટમાં કોપર પ્લાન્ટને બંધ કરવા માટે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યા હતા.તમિલનાડુની સરકાર આ પ્લાન્ટને બંધ કરવા માંગતી હતી. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આ માંગને ફગાવી દેવામાં આવી છે. સાથે જ તમિલનાડુના પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને નવું સહમતિ પત્ર જાહેર કરવાના આદેશ પણ આપ્યા છે. એનજીટીએ સ્ટરલાઈટને યોગ્ય કંપની […]

Top Stories India Trending Business
Sterlite 750 0 0 0 તમિલનાડુ : વિવાદોમાં ઘેરાયેલ સ્ટરલાઈટ કોપર પ્લાન્ટની કંપની ફરીથી થશે શરુ

તુતીકોરીન

તુતીકોરીન સ્થિત વેદાંતા ગ્રુપની કંપની સ્ટરલાઈટમાં કોપર પ્લાન્ટને બંધ કરવા માટે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યા હતા.તમિલનાડુની સરકાર આ પ્લાન્ટને બંધ કરવા માંગતી હતી. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આ માંગને ફગાવી દેવામાં આવી છે.

સાથે જ તમિલનાડુના પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને નવું સહમતિ પત્ર જાહેર કરવાના આદેશ પણ આપ્યા છે.

એનજીટીએ સ્ટરલાઈટને યોગ્ય કંપની કહી છે.

એટલું જ નહી પણ એનજીટીના ચેર પર્સન જસ્ટીસ આદર્શ કુમારની બેચ દ્વારા વેદાંતા લીમીટેડને આવનારા ૩ વર્ષોમાં કલ્યાણકારી કામ પર ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચવાનો આદેશ પણ આપ્યો છે.

વર્ષે ઉત્પાદન થાય છે ૬ લાખ ટન કોપર 

તમને જણાવી દઈએ કે અહી કાર્શનું ૬ લાખ ટન કોપરનું ઉત્પાદન થતું હતું. આ પ્લાન્ટને મે મહિનામાં બંધ કરવામાં આવ્યો હતો. આ ફેક્ટરીને ફરીથી ખોલવા માટે એનજીટીએ એક કમિટી બનાવી હતી જેણે રાજ્ય સરકારના નિર્ણયને ખોટો કહ્યો હતો.

શા માટે બંધ થયો હતો પ્લાન્ટ

Sterlite Copper Plant

થુથુકુડી ગામમાં આ પ્લાન્ટ આવેલ છે જે વર્ષ ૧૯૯૬થી શરુ કરવામાં આવ્યો હતો. ગામના લોકોના કહેવા પ્રમાણે આ પ્લાન્ટ તે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. જેને લઈને ઠેર-થેર વિરોધ કરવામાં આવ્યા હતા.

મે મહિનામાં આ પ્લાન્ટ  બંધ કરવા મામલે હિંસા થઇ હતી જેમાં ૧૩ લોકોના મોત થયા હતા. ૨૨ મેના રોજ તુતીકોરીનમાં પ્લાન્ટનો વિરોધ કરનાર લોકો જયારે પથ્થરમારો કરવા લાગ્યા ત્યારે પોલીસને ફાયરીંગનો સહારો લેવો પડ્યો હતો જેમાં ૧૩ લોકોના મૃત્યુ થયા હતા.