Not Set/ જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી,ટ્રાફિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ

બનાસાકાંઠા, બનાસાકાંઠાના દિયોદરમાં જીપ ચાલકો ટ્રાફિકના નિયમોની એસી તેસી કરતા નજરે ચડી રહ્યા છે તો ટ્રાફિકના નિયમો સાથે મુસાફરોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે. જીપ ચાલકો વિદ્યાર્થીઓને જીપની પાછળ ઉભા રાખી અને કેટલાક લોકોને જીપના ઉપર બેસાડી સવારી કરતા નજરે ચડી રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી […]

Top Stories Gujarat Others Videos
mantavya 157 જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી,ટ્રાફિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ

બનાસાકાંઠા,

બનાસાકાંઠાના દિયોદરમાં જીપ ચાલકો ટ્રાફિકના નિયમોની એસી તેસી કરતા નજરે ચડી રહ્યા છે તો ટ્રાફિકના નિયમો સાથે મુસાફરોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે.

જીપ ચાલકો વિદ્યાર્થીઓને જીપની પાછળ ઉભા રાખી અને કેટલાક લોકોને જીપના ઉપર બેસાડી સવારી કરતા નજરે ચડી રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી.

જેને લઈને ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. ગાડીઓના અભાવે મુસાફરો પોતાના જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે.

મહત્નું છે કે કોઈ મોટી દુઘટના બને તો તેનું જવાબદાર કોણ ? પોલીસ આવા જીપ ચાલકો વિરુદ્ધ કેમ કાર્યવાહી નથી કરતી ? શું આ બાબત થી પોલીસ અજાણ છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઇ રહી છે?  આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. દિયોદર પંથકમાં આવી અનેક તસવીરો જોવા મળી રહી છે હવે જોવાનુંએ રહ્યું કે ટ્રાફીક પોલીસ કયારે નિદ્રામાંથી જાગશેને કયારે આવા વાહનચાલકો સામે કડક હાથે કામ લે છે એતો આવનારો સમય જ બતાવશે.