Not Set/ GSFCનું 262.49 કરોડનું જંગી કૌભાંડ આવ્યું સામે, જાણો ક્યાં ડુબ્યાં સરકારી પૈસા ?

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડનાં અધધધ 262 કરોડ ડુબી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. જી હા GSFCનું 262.49 કરોડનું જંગી કૌભાંડ સામે આવ્યું છે. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કોર્પોરેશન દ્વારા કેનેડાની બોગસ કંપનીમાં રોકાણ કરવામાં આવ્યું હતું જે ડુબી ગયાની રાવ ઉઠી રહી છે. ગુજરાત સરકારની મોટી પબ્લિક લીમિટેડ કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ […]

Top Stories Gujarat Others
gsfc GSFCનું 262.49 કરોડનું જંગી કૌભાંડ આવ્યું સામે, જાણો ક્યાં ડુબ્યાં સરકારી પૈસા ?

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડનાં અધધધ 262 કરોડ ડુબી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. જી હા GSFCનું 262.49 કરોડનું જંગી કૌભાંડ સામે આવ્યું છે. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કોર્પોરેશન દ્વારા કેનેડાની બોગસ કંપનીમાં રોકાણ કરવામાં આવ્યું હતું જે ડુબી ગયાની રાવ ઉઠી રહી છે.

ગુજરાત સરકારની મોટી પબ્લિક લીમિટેડ કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ એટલે કે, જીએસએફસીમાં સર્જાયેલું આ જંગી રમકનું કૌભાંડ 7 વર્ષ જેટલા લાંબા ગાળા પછી બહાર આવ્યું છે. આપને જણાવી દઇએ કે, 2013માં કંપનીનાં રૂ.262.49 કરોડથી વધુ કેનેડાની કાર્નાલાઇટ રિસોર્સીસ ઇન્કોર્પોરેશન નામની બોગસ કંપનીનાં માઇનિંગ પ્રોજેક્ટમાં રાકવામાં આવેલા હતા. કેનેડિયન કંપનીનું હાલ ઉઠમણાની આરે છે.

ત્યારે આ કૌભાંડ અનેક પ્રકારનાં સવાલો ઉભા કરી રહ્યું છે. 7 – 7 વર્ષ કેમ આ કંપની અને કૌભાંડ પર પર્દો રહ્યો? શું GSFCમાં ઓડિટ થતું નથી? આટલા વર્ષ કોણે ઓડિટ કર્યુ ? કંપનીનાં મેનેજમેન્ટ દ્વારા આટલા લાંબા સમયમાં કેમ કોઇ પગલા લેવામાં આવ્યા નહી? અને અંતે હવે આ પૈસાનું શું ? પૈસા પાછા આવશે કે ડુબી જ ગયા ?

જુઓ GSFCનું 262.49 કરોડનું જંગી કૌભાંડ આવ્યું સામે, જાણો ક્યાં ડુબ્યા સરકારી પૈસા ? 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.