રખડતા ઢોરનો આતંક/ ભાવનગરમાં રખડતા ઢોરે લીધો વધુ એક વ્યક્તિનો જીવ

ભાવનગરના વડવા ખડીયા કુવા પાસે આ બનાવ બન્યો છે. ઢોરે અડફેટે લેતાં પરેશભાઈ નારણભાઇ વાઘેલા નામના વ્યકિતનું મોત થયું છે. આ ઘટનાને પગલે મનપાની ઢોર પકડવાની કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Gujarat Others
રખડતા

શહેરના મુખ્ય માર્ગો અને આંતરીક રસ્તાઓ પર રખડતા ઢોરના કરાણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. માર્ગની નજીકમાં જ અડીંગો જમાવીને ઉભા રહેતા રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. જેને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને અસ્થિ ભંગ સુધીની ઇજાઓ પહોંચે છે.ત્યારે આવામાં ભાવનગરના વડવા ખડીયા કુવા પાસે આ બનાવ બન્યો છે. ઢોરે અડફેટે લેતાં પરેશભાઈ નારણભાઇ વાઘેલા નામના વ્યકિતનું મોત થયું છે. આ ઘટનાને પગલે મનપાની ઢોર પકડવાની કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મનપાની ઢોર પકડવાની નબળી કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં અનેક લોકોના રખડતા ઢોરને કારણે મોત થયા છે. આ મામલે હાઈકોર્ટે પણ સરકારનો ઉધડો લીધો હતો. તેમ છતા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોરોને લીધે અનેક લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સામે હાઇકોર્ટ પણ લાલઆંખ કરી રહ્યું છે. પાંચ દિવસ અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન હાઇકોર્ટેની ઝાટકણી બાદ તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સરકાર તરફથી એડવોકેટ જનરલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, રખડતા ઢોર પર ટીમ સતત મોનિટરિંગ કરે છે. સંબધિત તમામ વિભાગ મહેનતથી કામ કરે છે. મુકેશ કુમારે પણ કડક પગલા લેવા સહમતિ દર્શાવી હતી.

આ પણ વાંચો:રેડ બુલના માલિકનું 78 વર્ષની વયે નિધન, તેમણે પોતાના દમ પર બનાવ્યું સ્પોર્ટ્સ સામ્રાજ્ય

આ પણ વાંચો: રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું લાયસન્સ રદ્દ, ગૃહ મંત્રાલયે વિદેશી ફંડિંગ મામલે કરી કાર્યવાહી

આ પણ વાંચો:આગ્રા એક્સપ્રેસ વે પર બસ અને ડમ્પરની ટક્કરમાં 4 લોકોના મોત