Not Set/ કોરોના સહાયના ફોર્મ મેળવવામાં ધાંધિયા, નાગરિકોને ફોર્મ ન મળતા ભારે હાલાકી

કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યાર બાદ કેન્દ્ર સરકારે કોરોનામાં મૃત્ય પામેલા પરિવારના લોકોને સહાયની જાહેરાત કરી હતી.

Gujarat Others
who 1 4 કોરોના સહાયના ફોર્મ મેળવવામાં ધાંધિયા, નાગરિકોને ફોર્મ ન મળતા ભારે હાલાકી

કોરોના મહામારીએ ઘણા બધાં પરિવારોને વિખુટા પાડી દીધા છે.  જે બાબતને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા પરિવારોને રૂપિયા 50 હજારની સહાયની જાહેરાત કરી છે.  પરંતુ ગ્રાઉન્ડ લેવલે અવ્યવસ્થા સર્જાતા નાગરિકો પરેશાન થઈ રહ્યા છે.

  • કેન્દ્ર સરકારે 50 હજાર રૂપિયાની જાહેરાત કરી હતી
  • જાહેરાત બાદ 15 નવેમ્બરથી ફોર્મ ભરાવાના હતા

કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યાર બાદ કેન્દ્ર સરકારે કોરોનામાં મૃત્ય પામેલા પરિવારના લોકોને સહાયની જાહેરાત કરી હતી. જે સહાયના ફોર્મ ભરવાની તારીખ 15 નવેમ્બરથી શરૂ કરવામાં આવી હતું. પરંતુ કચેરીઓમાં કોઈપણ પ્રકારની જાહેરતના ફોર્મ માટે વ્યવસ્થા ન હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે.  અમદાવાદની કલેકટર કચેરીએ નાગરિકો પરેશાન થયા હતા.

KORONA કોરોના સહાયના ફોર્મ મેળવવામાં ધાંધિયા, નાગરિકોને ફોર્મ ન મળતા ભારે હાલાકી

અમદાવાદ શહેરમાં મૃત્યુ પામેલા લોકો માટે કોર્પોરેશન ઓફિસ અને જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકો માટે કલેકટર કચેરીની ઓફિસમાં ફોર્મ વિતરણની જાહેરાત કરાઈ હતી. પરંતુ તંત્રને આ મામલે હજુ સુધી કોઈ પરિપત્ર મળ્યો નથી.  જેથી કોરોનાથી મૃત્યું પામેલા લોકોના પરિવારો અસમંજસમાં મુકાયા છે

સરકારી જાહેરાત અને તંત્ર વચ્ચે સંકલનના અભાવના લીધે સામાન્ય નાગરિક પરેશાન થઇ રહ્યો છે.. સરકારીની કોઈ પણ જાહેરાતના ફાયદા માટે લોકોને છેલ્લે તો લાંબી કતારોમાં જ લાગવું પડે છે.

National / દેશભરમાં હવે 24 કલાક પોસ્ટમોર્ટમ થશે, કેન્દ્રીય આરોગ્યમંત્રીની ટ્વીટ દ્વારા જાહેરાત

Vaccination / વેક્સિનને લઈ AMCનો મહત્વનો નિર્ણય, હવે ખાનગી મિલકતોમાં વેક્સિન સર્ટી. ચેક કરાશે

બનાસકાંઠા / આગામી સમયમાં બુથ પર તલાવાર લઈને ઊભા રહેવું પડેશે : ગેનીબેન ઠાકોર