કોરોના મહામારી/ જમાલપુરમાં કોરોનાની રીએન્ટ્રી , 48 કલાકમાં પાંચ લોકોના થયા મોત

ભારતમાં જીવલેણ બની રહેલી કોરોના બીમારીની જાણે સીઝન 2 ચાલી રહી હોય તેમ કોરોનાએ વર્ષ 2021માં પણ પોતાનો આતંક યથાવત રાખ્યો છે. દેશભરના અનેક રાજ્યો તેના ભરડામાં આવી ગયા છે. અમુક જગ્યાએ નાઈટ કર્ફ્યુ યથાવત છે તો અમુક જગ્યાએ સંપૂર્ણ લોકડાઉન લગાવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ રોજના 5 થી 6 હજાર જેટલા નવા કોરોનાના કેસો […]

Ahmedabad Gujarat
coronavirus 3 જમાલપુરમાં કોરોનાની રીએન્ટ્રી , 48 કલાકમાં પાંચ લોકોના થયા મોત

ભારતમાં જીવલેણ બની રહેલી કોરોના બીમારીની જાણે સીઝન 2 ચાલી રહી હોય તેમ કોરોનાએ વર્ષ 2021માં પણ પોતાનો આતંક યથાવત રાખ્યો છે. દેશભરના અનેક રાજ્યો તેના ભરડામાં આવી ગયા છે. અમુક જગ્યાએ નાઈટ કર્ફ્યુ યથાવત છે તો અમુક જગ્યાએ સંપૂર્ણ લોકડાઉન લગાવામાં આવ્યું છે.

ગુજરાતમાં પણ રોજના 5 થી 6 હજાર જેટલા નવા કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. તેમજ મૃત્યુઆંક પણ એટલોજ વધી રહ્યો છે. ખાસ કરીને કોરોનાના સેકેંડ વેવમાં નવ યુવાનો અને બાળકો પણ તેના કારણે અસરગ્રસ્ત થઇ રહ્યા છે. જેથી આ વખતની પરિસ્થતિ અત્યંત ગંભીર બનતી જઈ રહી છે.

જો અમદાવાદની વાત કરીએ તો , અમદાવાદના જમાલપુરમાં ગયા વર્ષમાં જે ભયાનક પરિસ્થતિ સર્જાઈ હતી કે રોજના પાંચ થી સાત જેટલા લોકોના મોત કોરોનાને કારણે થઇ રહ્યા છે અને મહીનાંના અંતમાં 100થી વધુ મોતના આંકડા જમાલપુર વિસ્તારમાંથી બહાર આવી રહ્યા હતા. આવી ડરાવની પરિસ્થતિ ફરી એક વાર સર્જાવા જઈ રહી છે.

જમાલપુર માં છેલ્લા 48 કલાકની જો વાત કરીએ તો છીપા સમાજ સહિતના તમામ સમાજોના કુલ પાંચ લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. જેમાંથી છિપા સમાજના બે લોકો સામેલ છે. જમાલપુરમાં કોરોનાએ ફરીથી રી એન્ટ્રી મારી છે. નવા કેસો તો સામે આવી રહ્યા છે જ જોડે મ્ર્ત્યુઆંક પણ એટલો જ વધી રહ્યો છે જે ખુબજ ગંભીર બાબત સાબિત થઇ રહી છે.

કોરોનાના કેસોને ઘટાડવા માટે પ્રશાસન દ્વારા તમામ યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે જોકે, અત્યારે અમદાવાદની પરિસ્થતિ વધુ ખરાબ હોવાથી પ્રશાશનના ધબકારા સતત વધતા જ જઈ રહ્યા છે.લોકોએ હજી પણ જાગૃત એવાની એટલીજ જરૂર છે અને વધારે માં વધારે તકેદારી રાખશે તો જ કોરોનાની સામે જીત મેળવી શકાશે.