Not Set/ પ્રેમ કરવાની તાલિબાની સજા, વડોદરામાં યુવકનું અપહરણ કરી ઢોર માર મારતા મોત

પાદરા તાલુકાના ચોકારી ગામે પ્રેમ પ્રકરણમા યુવકને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનોને આ વાતની ખબર પડી જતા તેઓએ યુવકનું તેના ઘરેથી…

Top Stories Gujarat Vadodara
તાલિબાની સજા
  • વડોદરા પ્રેમ પ્રકરણમાં યુવકને તાલિબાની સજા
  • પાદરાના ચાકરી ગામની ઘટના
  • પ્રેમ પ્રકરણમાં યુવકને અપાઇ તાલિબાની સજા
  • યુવકને ક્રુરતાથી માર મારતા થયું મોત
  • યુવતીના પરિવારજનોએ કર્યું યુવકનું અપહરણ
  • યુવકનું તેના ઘરેથી જ કર્યું હતું અપહરણ
  • ઝાડ સાથે દોરડાથી બાંધી માર્યો ઢોર માર

વડોદરામાં પ્રેમ કરવાની જાણે કે યુવક ભૂલ કરી બેઠો હોય તેમ તાલિબાની સજા આપવામાં આવી છે.  શહેરના  પાદરામાં પ્રેમ પ્રકરણમાં યુવકને તાલિબાની સજા આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. યુવકને ક્રુરતાથી માર મારતા મોત નીપજ્યું છે. યુવતીના પરિવારજનોએ યુવકનું તેના ઘરેથી જ અપહરણ કર્યુ હતુ. ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર મારતા યુવકનું મોત નિપજ્યુ છે. યુવક જયેશ રાવળને માર મારતો વીડિયો સામે આવ્યો છે.  માર મારતા યુવક જયેશ રાવળનું મોત નિપજ્યું છે. પોલીસે હત્યા, અપહરણ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધી છે. કિરણ, મોહન, રમેશ અને કાળીદાસ માળી સામે વડું પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો :સુરતમાં ઓનલાઇન ચેટ અને બ્લેકમેઇલમાં યુવકે કર્યો આપઘાત, જાણો સમગ્ર મામલો

આપને જણાવી દઈએ કે, પાદરા તાલુકાના ચોકારી ગામે પ્રેમ પ્રકરણમા યુવકને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનોને આ વાતની ખબર પડી જતા તેઓએ યુવકનું તેના ઘરેથી અપહરણ કર્યુ હતું. જેના બાદ તેને ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો. ચાર-પાંચ લોકોએ મળીને યુવકને લાકડીથી એટલો ફટકાર્યો હતો કે તેનુ મોત નિપજ્યુ છે. આ ઘટનામાં પ્રેમી યુવક જયેશ રાવળનું દર્દનાક મોત થયુ છે. ત્યારે યુવકને માર મારતો વીડિયો પણ સામે આવ્યો છે. ઘટના બન્યા બાદ પાદરા પોલીસ દોડતી થઈ છે.

આ પણ વાંચો :દર્શન માટે નીકળેલા ભક્તોને નડ્યો અકસ્માત, અંબાજી નજીક 30 ફૂટ ઉંડી ખીણમાં પડી જીપ

પાદરા પોલીસે કિરણ, મોહન, રમેશ અને કાળીદાસ માળી સામે વડું પોલીસે ગુનો દાખલ કર્યો છે. જોકે, યુવતીના પરિવારજનો સજા આપવામાં તાલિબાન કરતા પણ ક્રુર બન્યા હતા. આરોપીઓએ યુવકને સાડી પણ પહેરાવી હતી.

આ પણ વાંચો :ગુજરાતની ધરા એકવાર ફરી ધણધણી ઉઠી, જાણો ક્યા અનુભવાયા ભૂકંપનાં આંચકા

આ પણ વાંચો : રાજ્યનાં અલગ-અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

આ પણ વાંચો : ભાજપ સ્નેહ મિલન સમારંભના પ્રવેશદ્વાર ઉપર “કાળા કલરના માસ્ક” પોલીસ તંત્રએ દૂર કરાવ્યા..!!