ગુજરાત/ આખરે સરકાર ઝુકી!પોલીસ કર્મચારીઓએ હવે નહીં આપવું પડે એફિડેવિટ,નવો ઠરાવ જાહેર…

પોલીસ કર્મીઓએ વિરોધ કરતા અને ખાસ આમ આદમી પાર્ટીના પ્રેશરના લીધે સરકારે નવો ઠરાવ જાહેર કરીને એફિડેવિટ કરવાની પ્રક્રિયા રદ કરવામાં આવી છે 

Top Stories Gujarat
15 3 આખરે સરકાર ઝુકી!પોલીસ કર્મચારીઓએ હવે નહીં આપવું પડે એફિડેવિટ,નવો ઠરાવ જાહેર...
  • ગુ.પોલીસ દળમાં પગાર વધારા પહેલા એફિડેવિટ મુદ્દો
  • એફિડેવિટના મુદ્દાને ગૃહ વિભાગે મુક્યો પડતો
  • ભવિષ્યમાં પગાર વધારો ન માંગવાની મંગાઇ હતી બાંહેધરી
  • એફિડેવિટનો વિરોધ થતા નિર્ણય મૂક્યો પડતો
  • ગૃહ વિભાગે નવો ઠરાવ જાહેર કરી એફિડેવિટ કર્યા રદ

ગુજરાતમાં પોલીસ કર્મચારીઓના એફિડેવિટનો મામલો દિવસે ને દિવસે ગરમાતો જતો હતો. આપના ગ્રેડ પે આપવાના વાયદા બાદ જાગેલી સરકારે 500 કરોડનું પેકેજ તો જાહેર કરી દીધું પણ સામે પોલીસ પાસે બાંહેધરીપત્રકો માગતાં પોલીસકર્મીઓએ સોશિયલ મીડિયામાં રીતસરનું અભિયાન ચલાવ્યું હતું. આમ છતાં સરકારે ન ઝૂકવાનો નિર્ણય લઈ આઈપીએસને બાંહેધરીપત્રક પર સહી કરાવવાનું પ્રેશર કર્યું હતું. જેમાં પણ સફળતા ન મળતાં આખરે સરકારે નમતું ઝોખવાનો વારો આવ્યો છે.પોલીસ કર્મીઓએ વિરોધ કરતા અને ખાસ આમ આદમી પાર્ટીના પ્રેશરના લીધે સરકારે નવો ઠરાવ જાહેર કરીને એફિડેવિટ કરવાની પ્રક્રિયા રદ કરવામાં આવી છે

16 4 આખરે સરકાર ઝુકી!પોલીસ કર્મચારીઓએ હવે નહીં આપવું પડે એફિડેવિટ,નવો ઠરાવ જાહેર...

ઉલ્લેખનીય છે કે એફિડેવિટ એટલે કે બાંહેધરીપત્રકમાં કાંડા કાપવાની નીતિ સામે પોલીસ કર્મચારીઓને વાંધો હતો. એવો ગણગણાટ હતો કે, અગાઉના સાઈકલ એલાઉન્સ અને અન્ય ખાસ વળતર ભથ્થાના ઠરાવ રદ કરીને જાહેર સુરક્ષા પ્રોત્સાહન (પબ્લિક સિક્યુરિટી ઈન્ટેન્સિવ) અપાશે તે પોલીસ કર્મચારી રાજીખુશીથી સ્વિકારે છે. તા. 29-9-2022ના ઠરાવ મુજબની ફિક્સ રકમ સ્વિકારી લીધા પછી અન્ય કોઈપણ પ્રકારના ભથ્થા, લાભ મળવાપાત્ર થશે નહીં. આ બાબતે જાણકારી છે અને પોલીસ કર્મચારીને વાંધો વિરોધ નથી તેવી બાંહેધરી આપવાની છે. ફિક્સ રકમ ઉપર ભવિષ્યમાં અન્ય કોઈ ભથ્થાં, લાભ મેળવવા હક્ક, દાવો કોઈપણ રાહે નહીં કરાય કે નહીં કરાવાય તેવી બાંહેધરી મગાતા પોલીસ કર્મચારીઓમાં રોષ હતો.જેના લીધે હાલ સરકારે નવો ઠરાવ કરીને એફિડેવિટ રદ કરવા

17 4 આખરે સરકાર ઝુકી!પોલીસ કર્મચારીઓએ હવે નહીં આપવું પડે એફિડેવિટ,નવો ઠરાવ જાહેર...