વિવાદ/ હિજાબ વિવાદ કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો,જાણો સમગ્ર વિગત

કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને આ કેસને સુનાવણી માટે તેમની પાસે ટ્રાન્સફર કરવાની વિનંતી કરી છે.હિજાબ વિવાદ પર કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે શાળા-કોલેજો બંધ કરવી પડી છે

Top Stories India
hijabbbb હિજાબ વિવાદ કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો,જાણો સમગ્ર વિગત

કર્ણાટકમાં ચાલી રહેલો હિજાબ વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વકીલ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને આ કેસને સુનાવણી માટે તેમની પાસે ટ્રાન્સફર કરવાની વિનંતી કરી છે.હિજાબ વિવાદ પર કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે શાળા-કોલેજો બંધ કરવી પડી છે, છોકરીઓ પર પથ્થરમારો પણ થયો છે. તેમણે કહ્યું કે તે ધાર્મિક મામલા જેવું છે જેની સુનાવણી 9 જજોની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે  કે સુપ્રીમ કોર્ટની 9 જજોની બેન્ચે સબરીમાલા મંદિર વિવાદ પર સુનાવણી કરી હતી.

સિબ્બલની વિનંતી પર ચીફ જસ્ટિસે કહ્યું કે પહેલા કર્ણાટક હાઈકોર્ટની સુનાવણી પૂર્ણ થવા દો. HCએ તેને મોટી બેંચમાં ટ્રાન્સફર કરી છે. આ અંગે સિબ્બલે કહ્યું કે તેઓ આ મામલાની યાદી બનાવવા માટે સુપ્રીમ કોર્ટ સાથે વાત કરી રહ્યા છે. જો હાઈકોર્ટ કોઈ આદેશ ન આપે તો સુપ્રીમ કોર્ટે તેને પોતાની પાસે ટ્રાન્સફર કરી લેવો જોઈએ. સિબ્બલે માંગ કરી છે કે સુપ્રીમ કોર્ટ આ મામલાને ટ્રાન્સફર કરે અને કલમ 25 હેઠળ તેની સુનાવણી કરે અને તેમાં રાજ્યની ભૂમિકા તપાસે.