DHANDHUKA/ ગુજરાત પાણી પુરવઠા વિભાગનો એન્જિનીયર 1.20 લાખની લાંચ લેતા ઝડપાયો

ઘરની ઝડતી લેતા 30 લાખ રોકડા મળ્યા, 6 મે સુધીના રિમાન્ડ મળ્યા

Gujarat Top Stories
Beginners guide to 2024 05 04T145620.389 ગુજરાત પાણી પુરવઠા વિભાગનો એન્જિનીયર 1.20 લાખની લાંચ લેતા ઝડપાયો

Gujarat News ; ધંધુકામાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં નાયબ કાર્યપાલક એન્જિનીયર તરીકે ફરજ બજાવતો વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવ રૂ, 1,20,000 ની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. અધિકારીઓએ તેના ઘરની ઝડતી લેતા ઘરમાંથી રોકડા રૂ.30,00,000 મળી આવ્યા હતા. શ્રીવાસ્તવને સેસન્સ કોર્ટ મિરઝાપુરમાં હાજર કરાતા કોર્ટે તેના 6 મે સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.

આ કેસની વિગત મુજબ ફરિયાદી ધંધુકા તાલુકાના 54 ગામના પાણી પુરવઠાનું સમારકામ અને નિભાવણીની કામગીરી કરે છે. આ કામગીરીના ચાર માસના બિલોમાં કપાત નહી કરી બિલો તાત્કાલિક ફોરવર્ડ કરી મંજુર થઈ આવેથી એક માસના ત્રીસ હજાર લેખે ચાર માસના રૂ. 1,20,000 ની લાંચની માંગણી શ્રીવાસ્તવે કરી હતી.

જોકે ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ 2.5.2024 ના રોજ છટકુ ગોઠવીને લાંચના નાણાં ફરિયાદી પાસેથી સ્વીકારતા શ્રીવાસ્તવને રંગેહાથ ઝડપી લીધો હતો.

બાદમાં અધિકારીઓએ આરોપી શ્રીવાસ્તવના ઘરે ઝડતી કરતા તેના ડબલ બેડના ગાદલામાં સંતાડેલા રૂ. 30,00,000 મળી આવ્યા હતા. જેને લઈને આ રકમ કબજે કરીને અપ્રમાણસર મિલકતની અલગથી તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે. દરમિયાન આરોપી વૈભવ શ્રીવાસ્તવને  સેસન્સ કોર્ટ મિરઝાપુર ખાતે હાજર કરાતા કોર્ટે તેના  6 મે સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પક્ષે ભંડોળ ન આપતા ઓડિશામાં કોંગ્રેસી ઉમેદવારે ટિકિટ પરત કરી

આ પણ વાંચો: મોર્નિંગ વૉક પર નીકળતાં શ્વાસ લેવામાં પડી તકલીફ, ઝેરી ગૅસ છે કારણ?

આ પણ વાંચો:ઉત્તરાખંડમાં જંગલની આગ બેકાબૂ,આજે મુખ્યમંત્રી સમીક્ષા બેઠક કરશે