ક્રાઈમ/ બારડોલીમાં તસ્કરો થયા અપડેટ : ઘર અને દુકાન સાથે તોડી રહ્યા છે કારનાં કાચ

પરંતુ મેહુલભાઈના પુત્રએ ઓનલાઈન ખરીદી કરેલ ટી-શર્ટ અને પાકીટનું પાર્સલ પણ ચોરી કરી લઈ ગયા હતા.

Gujarat Surat Trending
બારડોલીમાં

બારડોલીમાં છેલ્લા ઘણા દિવસોથી તસ્કરો દ્વારા ઘરફોડ ચોરી તેમજ ઘરની બહાર પાર્ક કરેલી કારના કાચ તોડી ટેપની ચોરીઓ કરવાની ઘટનાઓ સામે રહી છે. બારડોલી નગરમાં એક જ રાત્રી દરમિયાન બે અલગ અલગ સોસાયટીઓમાં બે કારનાં કાચને તોડી સાઉન્ડ સિસ્ટમ અને ટેપની ચોરી કરવામાં આવી હતી. ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

બારડોલીમાં ઘરફોડ ચોરીઓની ઘટનાઓ યથાવત છે. ત્યા છેલ્લા થોડા દિવસોથી નગરમાં કારનાં કાચ તોડી સાઉન્ડ સિસ્ટમ તેમજ ટેપની ચોરી કરવામાં આવી રહી છે. પંથકમાં એક જ રાત્રી દરમિયાન બે કારમાંથી સાઉન્ડ સિસ્ટમ તેમજ ટેપની ચોરી થઈ હતી.ગાંધીરોડ ખાતે રામનગરમાં રહેતા નિકુંજભાઈ મૈસૂરિયાનાં ઘરની બહાર પાર્ક કરેલી વેગેનાર કારનાં કાચ તોડી ટેપની ચોરી થઈ હતી. ત્યાંથી જ નજીકમાં આવેલ સર્વોદય સોસાયટીમાં રહેતા મેહુલભાઈ વમદોતનાં ઘરની બહાર પાર્ક કરેલ કિયા કારનો કાચ તોડી સાઉન્ડ સિસ્ટમ તેમજ ટેપની ચોરી કરી ચોર ઈસમો ફરાર થઇ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના સર્વોદય સોસાયટીમાં લગાવવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થઈ હતી..

13.1 બારડોલીમાં તસ્કરો થયા અપડેટ : ઘર અને દુકાન સાથે તોડી રહ્યા છે કારનાં કાચ

ઓનલાઈન ખરીદી કરેલું પાર્સલ પણ ચોર ઈસમો લઈ ગયા.

સર્વોદય સોસાયટીમાં મધરાત્રીએ ત્રાટકેલા ચોરે કિયા કારમાંથી સાઉન્ડ સિસ્ટમ તેમજ ટેપની ચોરી તો કરી જ હતી. પરંતુ મેહુલભાઈના પુત્રએ ઓનલાઈન ખરીદી કરેલ ટી-શર્ટ અને પાકીટનું પાર્સલ પણ ચોરી કરી લઈ ગયા હતા.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટની કેન્દ્રને મંજૂરી, મુકેશ અંબાણી અને તેમના પરિવારની સુરક્ષા યથાવત રાખવાની મંજૂરી