Not Set/ અમદાવાદ/ પ્રતિકાર યાત્રામાં જોડાનાર સાથીઓને અમદાવાદ પોલીસ વિના કારણ હેરાન-પરેશાન ના કરે : ગયાસુદ્દીન શેખ

ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ ખાતે એક વિશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના કોચરબ આશ્રમ ખાતેથી સાબરમતી આશ્રમ સુધી પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની હાજર રહે તેવી શક્યતા છે. જેને પગલે આશ્રમ રોડ આજ રોજ બપોરે ૧૨ વાગ્યા થી બંધ કરવામાં આવ્યો છે. હાથરાસની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં […]

Ahmedabad Gujarat
359f85ca6b14865b9dcc93d1056b302b અમદાવાદ/ પ્રતિકાર યાત્રામાં જોડાનાર સાથીઓને અમદાવાદ પોલીસ વિના કારણ હેરાન-પરેશાન ના કરે : ગયાસુદ્દીન શેખ
359f85ca6b14865b9dcc93d1056b302b અમદાવાદ/ પ્રતિકાર યાત્રામાં જોડાનાર સાથીઓને અમદાવાદ પોલીસ વિના કારણ હેરાન-પરેશાન ના કરે : ગયાસુદ્દીન શેખ

ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ ખાતે એક વિશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના કોચરબ આશ્રમ ખાતેથી સાબરમતી આશ્રમ સુધી પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની હાજર રહે તેવી શક્યતા છે. જેને પગલે આશ્રમ રોડ આજ રોજ બપોરે ૧૨ વાગ્યા થી બંધ કરવામાં આવ્યો છે.

હાથરાસની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ત્યારે આ ઘટનાના વિરોધમાં આજે અમદાવાદ ખાતે પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આ પ્રતિકાર રેલીને સમર્થન આપવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસની પ્રતિકાર રેલીને પગલે કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધીનો રોડ બપોરે 12 થી 7 દરમિયાન બંધ રહે તેવી શક્યતા છે.

નોંધનીય છે કે આ રેલીના કારણે સુભાષબ્રીજ સર્કલથી વાડજ સર્કલ , ઉસ્માનપુરા ચાર રસ્તા , બુટ્ટાસિત ચાર રસ્તા , ડિલાઇટ સર્કલ , નહેરૂબ્રીજ ચાર રસ્તા , ટાઉન હોલ થઇ પાલડી ચાર રસ્તા સુધીનો રૂટ તથા એન.આઇ.ડી.થી વાડજ સ્મશાન ગૃહ સુધીનો રીવરફ્રન્ટનો સંપુર્ણ રૂટ બપોરના બારથી સાંજે સાત વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે તેવી શક્યતા છે.

*ભાજપના  નેતાઓને પણ આમંત્રણ *

આ રેલીમાં સૌથી મહત્વ પૂર્ણ બાબત છે કે, ભાજપના તમામ અનુસૂસૂચિત જાતિના ધારાસભ્યોની સાથે સીએમ વિજય રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ ભાજપના તમામ અનુસૂસૂચિત જાતિના ધારાસભ્યોને પણ આમંત્રણ પાઠવામાં આવ્યું છે. તો પ્રદેશ કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરો રેલીમાં ભાગ લેશે.

વધુ આ રેલી માટે કોઈ મંજુરી લેવામાં આવી નથી. આજની પ્રતિકાર રેલી ને પોલીસની મંજૂરી મળી નથી. શક્ય છે કે, રેલીમાં જોડતા તમામની અટકાયત પણ કરવામાં આવી શકે છે.

પ્રતિકાર_યાત્રા અંતગર્ત MLA ગયાસુદ્દીન શેખે મહત્વનું નીવેદન આપ્યું છે. તેમને જણાવ્યું છે કે, હાથરસ અને રાજ્યની દીકરીઓનાં ન્યાય અને સન્માન માટે આજે યોજનાર આજની પ્રતિકાર યાત્રામાં જોડાનાર સાથીઓને સલામ છે. પ્રતિકાર યાત્રામાં જોડાનાર સાથીઓને અમદાવાદ પોલીસ વિના કારણ હેરાન-પરેશાન ના કરે અને ઉશ્કેરાટભર્યું વાતાવરણ ના કરે તેવી રજૂઆત કરું છું.

પ્રતિકાર યાત્રા રાજ્ય અને દેશની દિકરીઓની ન્યાય યાત્રાનો આરંભ છે. તમામ સાથીઓ કોઈ પણ ભોગે કોચરબ આશ્રમ પહોંચે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.