ઉના/ ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા ઉના ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો

કોરોનામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે પ્રજાની વચ્ચે રહીને ખૂબ મહત્વની ભૂમિકા અદા કરી છે અને વિવિધ સરકારી યોજનાઓનો લોકોને લાભ અપાવીએ

Gujarat
Untitled 224 ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા ઉના ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો

ઊના શહેરના રાવણાવાડી ખાતે મુ્ખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા ઉના ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, સાંસદસભ્ય રાજેશભાઇ ચુડાસમા, ગીરસોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, રાજશીભાઇ જોટવા, ગોવિંદભાઇ પરમાર, જે ડી સોલંકી, ઉના નગરપાલીકા પ્રમુખ જલ્પાબેન બાંભણીયા, બચુભાઇ વાજા, ભાવેશભાઇ ઉપાધ્યાય, હરીભાઇ સોલંકી, વજુભાઇ વાજા, સહીત ગીરસોમનાથ જીલ્લા ભાજપ સંગઠનના વિવિધ મોરચાના હોદેદારો સહીતના પદાધિકારીઓ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી મુખ્ય મંત્રીને આવકારી સન્માનીત  કરવામાં  આવ્યા હતા .

આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને નવા વર્ષની શુભકામના પાઠવી જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના પાયામાં કાર્યકર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત સૌ મહાનુભાવો સાથે વિશ્વાસ છે. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જનસેવામાં સમર્પિત છે.

કોરોનામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે પ્રજાની વચ્ચે રહીને ખૂબ મહત્વની ભૂમિકા અદા કરી છે અને વિવિધ સરકારી યોજનાઓનો લોકોને લાભ અપાવીએ. મુખ્યમંત્રીએ વિવિધ સરકારી યોજનાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે છેવાડાના લોકોની સેવા કરવી અને શહેરોમાં જેવી સુવિધા છે તેવી સુવિધા ગામડામાં પણ આપણે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. તાઉતે વાવાઝોડામાં પણ સરકારે મદદ કરી છે તેમ જણાવીને હવે પ્રાકૃતિક ખેતી તરફ ધ્યાન કેન્દ્રિત કરવા ખેડૂતોને જણાવી માર્કેટ માટે પણ વ્યવસ્થા કરીશું તેમ જણાવ્યું હતું. અંતમાં મુખ્યમંત્રીએ નવા વર્ષમાં ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા કાર્યકરોને સંકલ્પ લેવા આહવાન કર્યું હતું.

ઉના ખાતે આવેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવેલ હતુ કે પ્રાકૃતિક ખેતી માટે સરકાર કટીબંધ થઇ છે. આ ખેતી ઉપર જઇશું તો જે અત્યારે થઇ રહેલ મહેનત માંથી આવતી પેઢીને ઉગારીશુ જીલ્લે જીલ્લે કાર્યક્રમો કરી દરેકને જાગ્રૃત કરી ઉત્પાદન થકી પાકનું વહેચાણ માટેનું માર્કેટ પણ ઉભુ કરીશુ.અને દરેક ખેડૂતો આગળ આવે તેવો પ્રયત્ન કરવાના છે.