Anand/ GCMMFના MD આર.એસ. સોઢીની કરવામાં આવી હકાલપટ્ટી

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે GCMMFના ચેરમેન આર.એસ. સોઢીની અમૂલના MD પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ…

Top Stories Gujarat Others
GCMMF RS Sodhi Eviction

GCMMF RS Sodhi Eviction: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે GCMMFના ચેરમેન આર.એસ. સોઢીની અમૂલના MD પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે GCMMFના ચેરમેન એવા આર.એસ. સોઢીએ અમૂલના MD પદેથી રાજીનામું આપી દીધું છે. ભારતની સૌથી મોટી ફૂડ માર્કેટીંગ સંસ્થા, ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ લોકપ્રિય બ્રાન્ડ અમૂલના નેતૃત્વ હેઠળ દૂધ અને તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે.

ભારતની સૌથી મોટી FMCG કંપનીઓમાં સમાવેશનું ગૌરવ ધરાવતી અમૂલમાં 53 હજાર કરોડના ઉત્પાદનોનું વાર્ષિક વેચાણ થાય છે. અમૂલ એ ગુજરાતના 36 લાખ ખેડૂતોની માલિકીની સૌથી મોટી સહકારી સંસ્થા છે. ઈન્ટરનેશનલ એડવરટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા અમૂલના મેનેજીંગ ડિરેક્ટર ડો. આર. એસ સોઢીને બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ એનાયત થયો હતો. સિનિયર જનરલ મેનેજર જયેન મહેતાને માર્કેટીયર ઓફ ધ યર-એફએમસીજી-ફૂડ એવોર્ડ એનાયત થયો હતો.

જણાવી દઈએ કે, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન આર.એસ.સોઢીની કારને 23 જૂનના દિવસે અકસ્માત નડ્યો હતો. ત્યારબાદમાં તેમને સારવાર માટે આણંદની ઝાયડસ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાર અકસ્માતમાં સોઢી અને તેમના કાર ડ્રાઇવરને સામાન્ય ઈજા પહોંચી હતી. આ અકસ્માત આનંદ-બાકરોલ રોડ ખાતે બન્યો હતો.

આ પણ વાંચો: BSE Sensex rise/સેન્સેક્સ 847 પોઇન્ટ ઉચકાયો, નિફ્ટી 18100થી ઉપર ગયો

આ પણ વાંચો: Amruta Fadanvis/સિંગિંગની સાથે ડાન્સિંગ સ્કીલ્સ પણ ધરાવે છે ફડણવીસના પત્ની

આ પણ વાંચો: China Corona/ચીનની દસ કરોડની વસ્તીવાળા પ્રાંતમાં 9 કરોડ લોકો કોરોનાગ્રસ્ત

આ પણ વાંચો: PM Modi/પ્રવાસી ભારતીય સંમેલનમાં PM નરેન્દ્ર મોદીના ભાષણના મહત્વપૂર્ણ મુદ્દા