અમદાવાદ/ તડકામાં કાયદાનું પાલન કરાવતાપોલીસ જવાનો ,ઠંડા મગજ સાથે મેમો ફાડશે કેવી રીતે !

IPS વિકાસ સહાયને રાજ્યના પોલીસ મહાનિર્દેશક બનાવ્યા બાદ પોલીસકર્મીઓની સુવિધા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત અમદાવાદ પોલીસે પાયલોટ પ્રોજેક્ટ તરીકે એસી હેલ્મેટનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે.

Top Stories Ahmedabad Gujarat
Untitled 138 તડકામાં કાયદાનું પાલન કરાવતાપોલીસ જવાનો ,ઠંડા મગજ સાથે મેમો ફાડશે કેવી રીતે !

અમદાવાદ શહેરમાં હાલ ત્રણ પોલીસ કર્મીઓ લોકોંના ચર્ચ નું કેન્દ્ર બન્યા છે.ટ્રાફિકના નિયમોનું પાલન તેઓ “કુલ માઈન્ડ” થી કરે છે.આમ તો ટ્રાફિકના કાયદાનો ભંગ થાય એટલે વાહન ચાલાક અને પોલીસ વચ્ચે તું તું મેં મેં થાય અને ઘણીવાર ઘર્ષણ ના પણ બનાવો બને છે.દસથી બાર કલાકમાં તડકામાં ડ્યુટી કરતા પોલીસને આવા ઘર્ષણ સામાન્ય થઇ ગયા છે.હવે વાત કરીએ કે ત્રણ પોલીસ કેમ આટલા ઠંડા છે અને શાંતિ થી કામ કરે છે.કારણ કે તેનું મગજ શાંત રાખવા તેના હેલ્મેટ માં AC લગાવાયું છે.ચોંકી ગયાને પણ આ સાચી વાત છે,શહેરમાં ત્રણ પોલીસકર્મીઓને પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આ હેલ્મેટ આપવામાં આવ્યા છે.

Untitled 139 તડકામાં કાયદાનું પાલન કરાવતાપોલીસ જવાનો ,ઠંડા મગજ સાથે મેમો ફાડશે કેવી રીતે !

IPS વિકાસ સહાયને રાજ્યના પોલીસ મહાનિર્દેશક બનાવ્યા બાદ પોલીસકર્મીઓની સુવિધા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત અમદાવાદ પોલીસે પાયલોટ પ્રોજેક્ટ તરીકે એસી હેલ્મેટનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. આ અંતર્ગત શહેરમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ એક-એક પોલીસકર્મીને એસી હેલ્મેટ આપવામાં આવી છે. જે તેમને ગરમીથી રાહત આપશે. ઉનાળામાં અમદાવાદમાં ગરમીનો પારો 50 ડિગ્રીની નજીક પહોંચી જાય છે. આવી સ્થિતિમાં પોલીસ અધિકારીઓ પ્રયાસ કરી રહ્યા છે કે જો આ એસી હેલ્મેટનો ટેસ્ટ સફળ થાય તો આ હેલ્મેટ આગળની લાઈનમાં તૈનાત પોલીસકર્મીઓને આપવામાં આવે.

AC હેલ્મેટના ફાયદાઓ પણ ઘણા છે વાંચો આ પાયલોટ પ્રોજેક્ટ થી ટ્રાફિક પોલીસ ને કેટલા ફાયદાઓ થાય છે. આ હેલ્મેટ ડબલ પ્રોટેક્શન આપશે. આ પોલીસકર્મીઓને પ્રદુષણની સાથે ગરમીથી પણ બચાવશે. તેમાં જે બેટરી છે. તેનું બેકઅપ પણ સારું છે. આગળ એક કાચ છે. જે સૂર્યપ્રકાશ, ધૂળ અને સ્પષ્ટ દ્રષ્ટિ રાખવામાં મદદ કરશે. આ હેલ્મેટની ખાસિયત એ છે કે તેની ઉપર બેટરી ફીટ કરવામાં આવી નથી, બલ્કે આ હેલ્મેટને વાયર દ્વારા બેટરી સાથે જોડવામાં આવશે. આ બેટરી પોલીસકર્મીની કમર પાસે હશે. જેના કારણે પોલીસકર્મીઓને તેમનું કામ કરવામાં કોઈ તકલીફ નહીં પડે અને તેઓને માથે કોઈ બોજ પણ નહીં લાગે. તેમાં એક નાનો પંખો છે જે શરીર પર હવા ઉડાડશે. આનાથી પોલીસકર્મીને પરસેવાથી રાહત મળશે અને ગરમી પણ નહીં લાગે.

આ પણ વાંચો:સુરતમાં વાહન ચાલક સાથે મારામારી કરનાર પોલીસ કર્મીને કરાયો સસ્પેન્ડ

આ પણ વાંચો:8 વર્ષના બાળકના પિતાનું સારવાર દરમિયાન મોત, સુરત પોલીસે પૂરી પાડી પરિવારની હૂંફ

આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત

આ પણ વાંચો:હરિયાણામાં ગાય લેવા ગયા હતા પણ મોત લઈને આવ્યા ગુજરાતી!