Kubernagar/ કુબેરનગરમાં લોન એજન્ટ મહિલાને બ્લેકમેઈલ કરી 3 લાખ પડાવ્યા

કેફી પીણું પીવડાવી આપત્તિજનક વિડીયો ઉતાર્યો

Gujarat
Beginners guide to 62 2 કુબેરનગરમાં લોન એજન્ટ મહિલાને બ્લેકમેઈલ કરી 3 લાખ પડાવ્યા

 

Gujarat News : અમદાવાદના કુબેરનગરમાં શરમજનક ઘટના બની છે. જેમાં એક લોન એજન્ટ મહિલાને બે મહિલાઓ બ્લેકમેઈલ કરીને તેનો વિડીયો ઉતારી 3 લાખ પડાવ્યા હતા. આ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

કુબેરનગરમાં બે મહિલાઓએ લોન એજન્ટ મહિલાને કેફી પીણું પીવડાવી તેનો આપત્તિજનક વિડીયો ઉતાર્યો હતો. ત્યારબાદ બન્ને મહિલા આરોપીઓએ આ વિડીયો તેના પતિને બતાવી દેવાની ધમકી આપી હતી. બાદમાં લોન એજન્ટ મહિલાને બ્લેકમેઈલ કરીને તેની પાસેથી 3 લાખ રૂપિયા પડાવ્યા હતા. બન્ને આરોપી મહિલાના નામ પુજા દાવર અને મંજુ આહુજા હોવાનું હોવાનું બહાર આવ્યું છે. મહિલાએ આ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….