રાજકોટ/ જિલ્લા પંચાયતમાં સોમવારથી હજારો ઉમેદવારોને પરીક્ષા ફી રિફંડ કરાશે

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા જાહેર કરાયેલા આ શેડ્યુલ મુજબ દરરોજ 10,000 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે અને 80000 સુધીના અરજદારોને માટે અત્યારે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યો છે

Gujarat Rajkot
Untitled 311 જિલ્લા પંચાયતમાં સોમવારથી હજારો ઉમેદવારોને પરીક્ષા ફી રિફંડ કરાશે

  રાજય માં  3  વર્ષ પહેલા બહાર પાડેલી  તલાટી તેમજ જુનીયર કલાર્કની ભરતી  જે નવી સરકાર દ્વારા રદ કરવામાં આવી છે  . જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા સન 2018-19માં પ્રસિદ્ધ થયેલ તલાટી કમ મંત્રી અને વહીવટી તથા હિસાબી શાખા ના જુનિયર ક્લાર્ક સંવર્ગની જાહેરાત રદ કરવાનો નિર્ણય લેવામાં આવતા આગામી સોમવારથી દરેક ઉમેદવારને તેણે ભરેલી રૂપિયા 100 ની ફી રિફંડ કરવા માટેનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો :ભારતી સિંહ અને હર્ષને જામીન આપવા પર નિરાશ છે NCB, કહ્યું – આ સમાજ માટે…

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા જાહેર કરાયેલા આ શેડ્યુલ મુજબ દરરોજ 10,000 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે અને 80000 સુધીના અરજદારોને માટે અત્યારે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યો છે.તારીખ ૨૭ સપ્ટેમ્બરથી ફી પરત આપવાનું શરૂ થશે અને તારીખ સાત ઓક્ટોબર સુધી રજાના દિવસો સિવાય ફી રિફંડ ની કાર્યવાહી ચાલુ રહેશે. જે ઉમેદવારોએ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક બંનેમાં ફોર્મ ભર્યા હોય તેમણે ફી પાછી મેળવવા માટે ઉપસ્થિત રહેવાની તારીખે એક સાથે બંને ફી ની અસલ નકલ રજુ કરવાની રહેશે.

આ પણ વાંચો :ness / એમેઝોન પ્રાઇમ વિડીયોએ 2021 ફેસ્ટિવ લાઇન-અપનું અનાવરણ કર્યું

જિલ્લા પંચાયતના તંત્ર દ્વારા આ માટે ખાસ અધિકારીઓ અને કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે નોકરીના કામકાજનાં કલાકો દરમિયાન પોતાની મૂળ જવાબદારીના બદલે આવા અધિકારીઓ અને કર્મચારીઓ પરીક્ષા ફી રિફંડ ની કામગીરીમાં આખો દિવસ લાગી જશે આ ઉપરાંત રાજકોટ શહેર બહારના વિસ્તારમાં રહેતા ઉમેદવારોએ તેમની ફી રૂપિયા 100 પાછી લેવા માટે મુસાફરી ખર્ચ સમય અને શક્તિ બગાડવી પડશે સોના કરતાં ઘડામણ મોંઘું જેવી આ પ્રકારની ફી રિફંડ સિસ્ટમના બદલે જો ઉમેદવારોને મનીઓર્ડર થી અથવા તો ઓનલાઇન ટ્રાન્સફર થી તેમના બેંક એકાઉન્ટમાં નાણાં પરત કરી દેવાયા હોય તો આટલો બધો ખર્ચ અને હેરાનગતિ ન થાત તેવી વાત અરજ ઉમેદવારો કરી રહ્યા છે.

આ પણ વાંચો :RCB વિરુદ્ધ મેચ પહેલા વધી શકે છે Dhoni ની મુશ્કેલીઓ