Not Set/ પઢેગા ઇન્ડિયા તભી બઢેગા ઇન્ડિયાના સલોગ્નો માત્ર કાગળ પુરતા જ..!, ઓરડા વગર કેવી રીતે ભણશે વિદ્યાર્થીઓ..?

પંચમહાલ, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પૂરું પાડવામાં આવતા પ્રાથમિક શિક્ષણની સ્થિતિ હાલ કથળતી જતી હોય તેવુ લાગી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ભલે પ્રાથમિક શિક્ષણને લઈને અનેક દાવા કરવામાં આવતા હોય. પરંતુ પંચમહાલ જીલ્લામાં આ દાવા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે. સમગ્ર બાબતને લઈને જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછવામાં આવતા તેમને સરકારી જવાબ […]

Top Stories Gujarat Others
mantavya 323 પઢેગા ઇન્ડિયા તભી બઢેગા ઇન્ડિયાના સલોગ્નો માત્ર કાગળ પુરતા જ..!, ઓરડા વગર કેવી રીતે ભણશે વિદ્યાર્થીઓ..?

પંચમહાલ,

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પૂરું પાડવામાં આવતા પ્રાથમિક શિક્ષણની સ્થિતિ હાલ કથળતી જતી હોય તેવુ લાગી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ભલે પ્રાથમિક શિક્ષણને લઈને અનેક દાવા કરવામાં આવતા હોય. પરંતુ પંચમહાલ જીલ્લામાં આ દાવા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે.

સમગ્ર બાબતને લઈને જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછવામાં આવતા તેમને સરકારી જવાબ આપી જણાવ્યું હતું કે ગત ઓક્ટોબરમાં જ શાળાના ઓરડા તોડી પાડવામાં આવ્યા હોવાનું પ્રમાણપત્ર જીલ્લા કક્ષાએ મળ્યું છે અને આગામી માર્ચ મહિના માં આવનારા બજેટમાં આ શાળાના ઓરડા બનવવા માટેની જોગવાઈ કરીને નવીન ઓરડા બનવવામાં આવશે.

ત્યારે સવાલ એ થાય છે કે છેલ્લા ૧ વર્ષ ઉપરાંતના સમયથી તોડી પાડવામાં આવેલ ઓરડાનું પ્રમાણપત્ર ઓક્ટોબર માસમાં કેવી રીતે મળ્યું ? તેમજ તંત્ર દ્વારા હજુ સુધી બાળકોની બેઠક વ્યવસ્થાની અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી. ત્યારે હવે તંત્ર દ્વારા આ શાળાના ઓરડા બનાવવામાં આવે છે કે નહિ કે પછી જેમ ચાલતું આવ્યું છે તેમજ ચાલશે .