Not Set/ મેડીકલ સ્ટુડન્ટે સરકારને બોન્ડ આપવા પડશે,ગુજરાત હાઇકોર્ટે કર્યો અગત્યનો નિર્ણય

અમદાવાદ, રાજ્યમાં મેડિકલનો અભ્યાસ કરી નવા બનેલાં તબીબોએ હવે સરકારને બોન્ડ આપવા પડશે.ગુજરાત હાઇકોર્ટની બે જજોની બેન્ચે એક મહત્વનો નિર્દેશ કરતાં  રાજ્યની સરકારી કે ગ્રાન્ટ-ઈન-એઈડ મેડિકલ કોલેજોમાં મેડિકલનો અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓએ સરકારને બોન્ડ આપવા જણાવ્યું છે. રાજ્યમાં આમ તો  તબીબી અભ્યાસ બાદ ૩ વર્ષ સુધી ગામડાંઓમાં ડોક્ટર તરીકે સેવા આપવાનો નિયમ છે અને  જે વિદ્યાર્થી […]

Ahmedabad Gujarat
arjnnn 13 મેડીકલ સ્ટુડન્ટે સરકારને બોન્ડ આપવા પડશે,ગુજરાત હાઇકોર્ટે કર્યો અગત્યનો નિર્ણય

અમદાવાદ,

રાજ્યમાં મેડિકલનો અભ્યાસ કરી નવા બનેલાં તબીબોએ હવે સરકારને બોન્ડ આપવા પડશે.ગુજરાત હાઇકોર્ટની બે જજોની બેન્ચે એક મહત્વનો નિર્દેશ કરતાં  રાજ્યની સરકારી કે ગ્રાન્ટ-ઈન-એઈડ મેડિકલ કોલેજોમાં મેડિકલનો અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓએ સરકારને બોન્ડ આપવા જણાવ્યું છે.

રાજ્યમાં આમ તો  તબીબી અભ્યાસ બાદ ૩ વર્ષ સુધી ગામડાંઓમાં ડોક્ટર તરીકે સેવા આપવાનો નિયમ છે અને  જે વિદ્યાર્થી આ નિયમનો ભંગ કરે તો સરકાર વિદ્યાર્થી પાસેથી લીધેલા બોન્ડનું અમલીકરણ કરી શકે છે.

નવા બનતા ડોક્ટરોએ અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલમાં પાંચ લાખ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલમાં વિદ્યાર્થીએ 10 લાખ રુપિયાના બોન્ડ સરકારને આપવાના હોય છે.સરકારની આ નીતિ સામે હાઈકોર્ટમાં થયેલી અરજીમાં હાઈકોર્ટના સિંગલ જજે સરકારના નિર્ણયને રદ કર્યો હતો.

જો કે હાઈકોર્ટની બે જજની ખંડપીઠે સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.ડોક્ટરી જેવા ઉમદા વ્યવસાયમાં જનારા વ્યક્તિએ લોકસેવાનો પ્રાથમિક પાયો મજબૂત કરવો જરૂરી છે. રૂરલ સર્વિસ એ ડોક્ટરીના વ્યવસાયમાં મહત્વનું પાસું છે. માત્ર પૈસા માટે આંધળી દોટ મૂકવાની ડોક્ટરોએ જરૂર નથીઆ માટે સરકારે બોન્ડ લેવાનો લીધેલો નિર્ણય વાજબી છે, તેવું કોર્ટે મૌખિક અવલોકન કર્યું છે.

મેડીકલના વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારોમાં જવાને બદલે રુપિયા 5 લાખથી 10 લાખ સુધીના બોન્ડ આપીને છુમંતર થઈ ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. મેડીકલમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવાને બદલે બોન્ડની રકમ ભરીને ખાનગી પ્રેક્ટીસ તરફ આગળ વધે છે. છેલ્લા 6 વર્ષમાં ગુજરાતની 6 સરકારી મેડિકલ કોલેજમાંથી 4341 યુવાનો ડોક્ટર થયા છે તેમાંથી માત્ર 530 ડોક્ટરોએ જ ગ્રામીણ વિસ્તારમાં તબીબી સેવા માટે ઈન્ટર્નશીપને પસંદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.