કચ્છ/ જાણો એવા સ્થળ વિશે જ્યાં બકરી કહે છે કે કેવો અને કેટલો વરસાદ થશે

પરંપરાગત વિધી દરમ્યાન મળેલા સંકેતો વરસાદનો સચોટ વર્તારો આપે છે એવું સ્થાનિકોનું માનવું અને કહેવું છે.

Gujarat Others
બકરી

ગુજરાત અને ભારતમાં આજેય આસ્થા તો વર્ષો જૂની જ છે. વરસાદનો વરતારો મેળવવા માટે પશુ પંખીથી માંડી વિવિધ રીતે અપનાવવામાં આવે છે. આવું જ કચ્છમાં પણ થાય છે. કચ્છમાં બકરી પાસેથી વરસાદના વરતારા લેવાય છે. આ વર્ષો જૂની પરંપરા વાસ્તવમાં ખૂબ જ રોમાંચિત કરનાર અને જાણવા જેવી છે. કચ્છના નખત્રાણા તાલુકામાં આવતા ભડલી ગામના સિદ્ધદાદા ગરીબનાથના સ્થાનકે વરસાદની આગોતરી જાણ એક બકરી દ્વારા મેળવવામાં છે. જેમાં ગામના ક્ષત્રિય પરિવારના  ઘરેથી એકજ વંગની બકરીની જેઠ વદ અમાસની વાર્ષિક તિથિ પ્રસંગે યોજિત ધાર્મિક પ્રસંગે પતરી વિધિ યોજાય છે. અને પૂજા આરતી બાદ મંદિરના પૂજારી બકરીના ધુણવા બાદ તેના પર હાથ રાખી વરસાદની આગાહી કરે છે. જેના પર લોકોની ભારે આસ્થા જોડાયેલી છે. વરસાદનો વરતારો

બકરી

કચ્છમાં આ વર્ષે શ્રીકાર વરસાદનાં સંકેતો મળ્યા છે.

વધુ વિગત અનુસાર નખત્રાણાનાં ભડલી ગામે આવેલા સિદ્ધયોગી દાદા ધોરમનાથજીનાં શિષ્ય સિદ્ધદાદા ગરીબબનાથજીનાં સમાધિ સ્થળે દર વર્ષે જેઠ વદ અમાસના દિવસે ધાર્મિક પ્રસંગ યોજાય છે. તેમા આસપાસના સાત ગામ પાંખી પાડી સવારથી સાંજ સુધી મેળા સ્વરૂપે જોડાય છે. દરમ્યાન સાંજે 5 વાગ્યે મંદિરમાં આરતી યોજાય છે જ્યાં સંકુલ અંદર હકડેઠઠ ભાવિકો ઉપસ્થિત રહે છે. આ દરમિયાન ગામનાં ક્ષત્રિય પરિવારનાં ઘરેથી વર્ષોથી એકજ વંશની બકરી સંકુલમાં જનસમૂહની વચ્ચે ઉભી રહે છે અને આરતી પૂર્ણ થયા બાદ ધૂણીને પતરી આપે છે. જેના બાદ પૂજારી બકરીના શરીર પર હાથ રાખી મળેલા સંકતો મુજબ વરસાદનું પૂર્વાનુમાન કરે છે. આ વર્ષે કચ્છમાં ખૂબ સારો વરસાદ પડવાની સાંભવના જોવામાં આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર એવું પણ બન્યું છે કે જે વર્ષે દુષ્કાળ પડ્યો છે ત્યારે બકરી ઘણા સમય સુધી રાહ જોવા છતાં ધૂણી નથી અને ઓટલા પર ચડી જાય ત્યારે અતિવૃષ્ટિની સ્થિતિ નિર્માણ પામી છે. અસ્થાનાં આ વિષયે આજે પણ ધાર્મિક પરંપરા ટકાવી રાખી છે. લોકો આ બકરીના વરાતારાને ખૂબ મહાત્વનો માને છે અને કેટલાક ગામના ખેડૂતો તે આગાહી અનુસાર વાવણી કરવાનું આયોજન કરે છે.

બકરી

આ પણ વાંચો : સિહોરમાં આંતકીઓનો વિરોધ પૂતળા દહન કરી કરાયો