Not Set/ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, આગામી દિવસોમાં હજુ વધશે ઠંડીનું જોર

રાજ્યમાં હવે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડીનો એવો માહોલ હોય છે કે વોકિંગ અથવા રનિંગ માટે નિકળતા લોકો ગરમ કપડા પહેરીને બહાર આવી રહ્યા છે.

Top Stories Gujarat Others
ઠંડી
  • રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ
  • વહેલી સવારે ઠંડીનો ચમકારો યથાવત
  • ઠંડા પવન સાથે ઠંડીનાં પ્રમાણમાં વધારો
  • આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર
  • અમદાવાદમાં લઘુત્તમ 15 ડિગ્રી તાપમાન

રાજ્યમાં હવે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડીનો એવો માહોલ હોય છે કે વોકિંગ અથવા રનિંગ માટે નિકળતા લોકો ગરમ કપડા પહેરીને બહાર આવી રહ્યા છે. રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં ઠંડીનાં કારણે લોકો તાપણા કરતા જોવા મળી જાય છે.

આ પણ વાંચો – સાવધાન! / ઓમિક્રોનથી પ્રથમ મોત બાદ ભારત સહિત વિશ્વનાં દેશોની ઉડી ઉંઘ

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ઠંડીની ધીમીગતિથી શરૂઆત થઇ ચુકી છે. લઘુત્તમ તાપમાનમાં પણ હવે ઘટાડો થઇ રહ્યો છે. ગાંધીનગર અને અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં આજે પારો ગગડ્યો છે. હવામાન વિભાગનાં કહેવા મુજબ જ લઘુત્તમ તાપમાનમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. લઘુત્તમ તાપમાન હજુ પણ ઘટી શકે છે. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં હજુ પણ ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે. આજે સવારથી ઠંડા પવન સાથે ઠંડીનાં પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી, સુરતનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી, વનસાડ અને નવસારીમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયુ છે. રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં ઠંડીનાં કારણે રસ્તાઓ પર ધૂમ્મસ જોવા મળે છે, જેના કારણે Visibility માં ઘટાડો થયો છે. રાજ્યમાં વધતી ઠંડીનાં કારણે લોકો પોતાના ગરમ વસ્ત્રો નિકાળી રહ્યા છે. જો કે હજુ પણ દિવસ દરમિયાન વાતાવરણમાં ગરમીનું પ્રમાણ અનુભવાઇ રહ્યુ છે. જો કે રાત્રિ અને વહેલી સવારે તાપમાનમાં ઘણો ઘટાડો થઇ રહ્યો છે.