Not Set/ દિવાળીને ધ્યાનમાં રાખીને એસટી સુરત વિભાગ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય … અહીં જાણો

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જવા માટે સુરત શહેરમાં વસવાટ કરતાં સૌરાષ્ટ્ર, દાહોદ, પંચમહાલ, ઉત્તર ગુજરાત અને અમદાવાદના પ્રવાસીઓ માટે વધારાની એકસ્ટ્રા બસો ઉપાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસીઓે પોતાના પરીવારજનો સાથે ખાનગી વાહનોથી સસ્તા દરે, ઝડપથી અને સુરક્ષિત પોતાના વતનમાં પહોંચી […]

Top Stories Gujarat Surat
32791789322 50e6d2524a b દિવાળીને ધ્યાનમાં રાખીને એસટી સુરત વિભાગ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય ... અહીં જાણો

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જવા માટે સુરત શહેરમાં વસવાટ કરતાં સૌરાષ્ટ્ર, દાહોદ, પંચમહાલ, ઉત્તર ગુજરાત અને અમદાવાદના પ્રવાસીઓ માટે વધારાની એકસ્ટ્રા બસો ઉપાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રવાસીઓે પોતાના પરીવારજનો સાથે ખાનગી વાહનોથી સસ્તા દરે, ઝડપથી અને સુરક્ષિત પોતાના વતનમાં પહોંચી શકે તે માટે સુરત વિભાગ દ્વારા પ્રવાસીઓના વધારાના ઘસારા પહોંચી વળવા માટે એકસ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આોજન કરવામાં આવ્યું છે.

ST 2 e1538662749858 દિવાળીને ધ્યાનમાં રાખીને એસટી સુરત વિભાગ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય ... અહીં જાણો

તારીખ 3 નવેમ્બર 2018 થી 6 નવેમ્બર 2018 દરમિયાન એકસ્ટ્રા ઉપડનાર બસોનું બુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેન્ડ, સુરત લીનીયર સ્ટેન્ડ તેમજ તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસ.ટી દ્વારા નિમવામાં આવેલ બુકિંગ એજન્ટો, મોબાઈલ એપ, તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી ઓનલાઈન ટીકીટ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

એકસ્ટ્રા બસો ઉપડવાની તારીખ 3 નવેમ્બર 2018 થી 6 નવેમ્બર 2018 બપોરે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો સમય રહેશે. અમદાવાદ માટે તારીખ 3 નવેમ્બર 2018 થી 12 નવેમ્બર 2018 એટલે કે લાભપાંચમ સુધી વડોદરા બાયપાસ એકસ્ટ્રા બસો ઉપડવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

st depot kadi mehsana st bus depot 3iys28u e1538662776346 દિવાળીને ધ્યાનમાં રાખીને એસટી સુરત વિભાગ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય ... અહીં જાણો

ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રાઈવેટ લકઝરી બસ દ્વારા બમણું ભાડું વસુલવામાં આવે છે. જેની સરખામણી એસ.ટી બસનું ભાડુ ઓછુ વસુલાતા લોકોને પણ રાહત થશે, અને મુસાફરો ખુશીથી પોતાના માદરે વતન જઈને દિવાળી મનાવી શકશે. પ્રાઈવેટ બસમાં મીનીમમ 500 થી 1000 રૂપિયા ભાડુ વસુલવામાં આવે છે. જયારે એકસ્ટ્રા નિમાયેલી બસમાં 200 થી 300 રૂપિયા જ ભાડુ વસુલવામાં આવશે.

surat bus1 દિવાળીને ધ્યાનમાં રાખીને એસટી સુરત વિભાગ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય ... અહીં જાણો

જેથી લોકોને ઘણી રાહત મળશે. સાથે સાથે મંદિનો માહોલ હોવાથી વેકેશન લંબાશે જેવી અટકળો ચાલી રહી છે. તેના વિશે ડાયમંડ એસો. પ્રમુખ બાબુભાઈ ગુજરાતીએ જણાવ્યું હતુ કે દિવાળીનું વેકેશન લંબાવવામાં નહિ આવે અને શાળાઓ ખુલે તેની સાથે જ ડાયમંડ બજાર પણ ધમધમતા થઈ જશે. જેથી કોઈએ ખોટી ગેરસમજ ફેલાવવી નહી.