Not Set/ શું કેળા લુપ્ત થઇ જશે ? કેળામાં ફેલાઈ રહ્યો છે, ટીઆર-4 વાયરસ(ફૂગ) !!

કેળા ભારતીયોની પહેલી પસંદ કેળા એક એવું ફળ છે જે મોટાભાગના ઘરોમાં ખાવામાં આવે છે. સૌથી પૌષ્ટિક હોવાની સાથે લોકોનું સૌથી વધુ પસંદીદા ફળ કેળા જ છે. ભારતમાં અમિર હોય કે ગરીબ તમામ લોકો ફળોમાં કેળાનું વધુ સેવન પસંદ કરે છે. અને તેની કિમત પણ વ્યાજબી હોય છે. જેથી કોઈ પણ વર્ગના લોકો સરળતાથી તે […]

Top Stories
bannana.jpg3 શું કેળા લુપ્ત થઇ જશે ? કેળામાં ફેલાઈ રહ્યો છે, ટીઆર-4 વાયરસ(ફૂગ) !!

કેળા ભારતીયોની પહેલી પસંદ

કેળા એક એવું ફળ છે જે મોટાભાગના ઘરોમાં ખાવામાં આવે છે. સૌથી પૌષ્ટિક હોવાની સાથે લોકોનું સૌથી વધુ પસંદીદા ફળ કેળા જ છે. ભારતમાં અમિર હોય કે ગરીબ તમામ લોકો ફળોમાં કેળાનું વધુ સેવન પસંદ કરે છે. અને તેની કિમત પણ વ્યાજબી હોય છે. જેથી કોઈ પણ વર્ગના લોકો સરળતાથી તે ખરીદી શકે છે. સસ્તા હોવા સાથે, તેનું ઉત્પાદન પણ સૌથી વધુ છે. પરંતુ હાલમાં જ એવા સમચાર સામે આવ્યા છે. જેને સાંભળી આપને પણ આશ્ચર્ય થશે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આગામી થોડા વર્ષોમાં, કેળા, દરેક લોકોનું પસંદીદા ફળ, દુનિયામાંથી અદૃશ્ય થઈ શકે છે.

bannana શું કેળા લુપ્ત થઇ જશે ? કેળામાં ફેલાઈ રહ્યો છે, ટીઆર-4 વાયરસ(ફૂગ) !!

કેળા લુપ્ત થઇ જવાનો ભય

જી હાં આગામિ વર્ષોમાં કદાચ કેળા ફળ લુપ્ત થઈ શકે છે. વૈજ્ઞાનિકોના મતે, એક ખતરનાક ફૂગ કેળાને વિશ્વમાંથી અદૃશ્ય કરી શકે છે. આ ફૂગ પહેલાથી જ કેળાની એક પ્રજાતિનો નાશ કરી ચુકી છે અને હવે નવી પ્રજાતિ તરફ આગળ વધી રહી છે. તેનો ચેપ હાલમાં અમેરિકામાં કહેર મચાવી રહ્યો છે. યુ.એસ. દ્વારા અનેક પ્રયત્નો છતાં આ કેળાનો ચેપ ત્યાં પહોંચી ગયો છે. દક્ષિણ અમેરિકાના દેશ કોલમ્બિયામાં ફૂગના પ્રવેશથી સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે.

bannana.jpg4 શું કેળા લુપ્ત થઇ જશે ? કેળામાં ફેલાઈ રહ્યો છે, ટીઆર-4 વાયરસ(ફૂગ) !!

કોલમ્બિયાની જમીનમાં ફ્યુઝેરિયમ પ્રકાર -4 (ટીઆર -4) વાઇરસ મળી આવ્યો

કોલમ્બિયાના પૂર્વોત્તર પ્રાંત લા ગુઆજિરામાં 180 હેક્ટર જમીનમાં ફ્યુઝેરિયમ પ્રકાર -4 (ટીઆર -4) ફૂગ મળી આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર તરફથી પણ આ અંગે ચેતવણી આપવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે કેળાના રોગ પર રસાયણોનો છંટકાવ પણ બિનઅસરકારક સાબિત થઈ રહ્યો છે. કોઈ દવા અસરકારક સાબિત થતી નથી. એકવાર પહોંચ્યા પછી આ ટીઆર -4 ફૂગ લગભગ 30 વર્ષ સુધી જમીનમાં રહી શકે છે. જો કે, સંશોધનકારોને આશા છે કે ટૂંક સમયમાં આ ફૂગથી નિપટવામાં આવશે.

bannana.jpg2 શું કેળા લુપ્ત થઇ જશે ? કેળામાં ફેલાઈ રહ્યો છે, ટીઆર-4 વાયરસ(ફૂગ) !!

ટૂંક સમયમાં જ અને ખુબ ઝડપી ફેલાઇ રહ્યો છે આ વાઇરસ

ટીઆર -4 ફૂગ સૌ પ્રથમ મલેશિયા અને ઇન્ડોનેશિયામાં જોવા મળ્યું હતું. ત્યાર બાદ ટૂંક સમયમાં જ ચીનમાં પણ ફેલાઈ ગયો. જ્યાં તે ખૂબ જ ઝડપથી અને વિશાળ વિસ્તારમાં ફેલાય છે. આ ફૂગ ઝાડની મૂળ પર હુમલો કરે છે અને ઝાડની નસોને અવરોધે છે, જેના કારણે વૃક્ષો એકદમ સુકાઈ જાય છે. આપને જણાવીદ દઈએ કે આ રોગ 2013માં આફ્રિકા, મધ્ય પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં ફેલાયો હતો. અને તે હવે દક્ષિણ અમેરિકામાં ફેલાયી રહ્યો છે. વિશ્વમાં સૌથી વધુ અહી કેળાનું ઉત્પાદન થાય છે. હવે કેળામાં ફેલાઈ રહેલા વાયરસને ખતમ કરવા વિશ્વના વૈજ્ઞાનિકો પણ શોધમાં લાગી ગયા છે.

Banana શું કેળા લુપ્ત થઇ જશે ? કેળામાં ફેલાઈ રહ્યો છે, ટીઆર-4 વાયરસ(ફૂગ) !!

નિષ્ણાતો આ ફૂગ(વાઇરસ)ને દુર કરવામાં લાગી ગયા છે

કોલમ્બિયન એગ્રિકલ્ચર ઇન્સ્ટિટ્યૂટના જનરલ મેનેજરે ટ્વીટ કરી માહિતી આપી હતી કે ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ્સ, બ્રાઝિલ અને મેક્સિકોના નિષ્ણાતો આ ફૂગને દુર કરવામાં લાગી ગયા છે. આ સાથે પોલીસ અને સેનાનો ઉપયોગ તેની સાથે કરવામાં આવશે તેની તૈયારી પણ કરવામાં આવી છે. તેઓએ કહ્યું હતું કે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. 1950માં, બિગ માઇક નામની કેળાની જાતિઓ આ રોગને લીધે લુપ્ત થઈ ગઈ. વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો છે કે મેડાગાસ્કરમાં મળી આવેલી કેવેન્ડિશ બનાના જાતિઓ પર વાયરસની અસર ઓછી થાય છે. કેવેન્ડિશ કેળા આનુવંશિક રીતે એક બીજાથી સમાન છે. તે કેળાની એક જંગલી પ્રજાતિ છે અને આ પ્રજાતિના કેળા ખુબજ સખત હોય છે.

bannana.jpg1 શું કેળા લુપ્ત થઇ જશે ? કેળામાં ફેલાઈ રહ્યો છે, ટીઆર-4 વાયરસ(ફૂગ) !!

બે પ્રજાતિઓના હાઈબ્રિડ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે વૈજ્ઞાનિકો

વૈજ્ઞાનિકો આ જીવલેણ રોગોથી નિપટવા કેળાની બે પ્રજાતિઓના હાઈબ્રિડ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મેડાગાસ્કર ટાપુ પર મળતી કેળાની પ્રજાતિઓ અહીંના હવામાનને કારણે દુષ્કાળ અને અન્ય રોગો સામે લડવાની ક્ષમતા ધરાવે છે. એટલે વૈજ્ઞાનિરો દ્વારા એવી આશઆ રાખાવમાં આવે છે કે આ વયરસ જગલી પ્રજાતિ કેળઆ પર બેઅસરકારક થઈ શકશે..અને બાકીના કેળાની પ્રજાતિઓને બચાવવા મદદરૂપ થશે..આપને જણાવી દઈએ કે વિશ્વના 120 દેશોમાં કેળાનો ઉત્પાદન થાય છે. કેળાની વાર્ષિક ઉપજ લગભગ 10 કરોડ ટનથી વધુ છે. પરંતુ જે ગતિથી રોગો તેમને પોતાનો શિકાર બનાવી રહ્યા છે તે આવતા કેટલાક વર્ષોમાં કેળા ગાયબ થવાનો ખતરો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.