બેદરકારી/ જામનગર મનપાની ગંભીર બેદરકારી, ઓમિક્રોનથી સંક્રમિત સંખ્યા વધી શકે છે, જાણો કારણ

જામનગર મનપાની ગંભીર બેદરકારી સામે આવી છે. ઓમિક્રોનનો કેસ નોંધાયો હોવા છતા પણ મનપા બિલકૂલ પણ ગંભીર દેખાઇ રહી નથી.

Top Stories Gujarat Others
જામનગરમાં તંત્રની બેદરકારી
  • જામનગર મનપાની ગંભીર બેદરકારી સામે આવી
  • ઓમિક્રોન કેસ નોંધાયો હોવા છતાં મનપા ગંભીર નથી
  • જે ઘરમાં કેસ આવ્યો ત્યાં ટ્યુશન ક્લાસ ચાલતા હતા
  • દર્દી પોઝિટિવ જાહેર થયો છતાં પણ ક્લાસ ચાલુ હતા
  • બે દિવસ સુધી ક્લાસ ચાલુ રહ્યાં હતા
  • કોર્પોરેટર જેનમબેન ખફીને ધ્યાને આવતા બાબત તંત્ર સુધી પહોંચી

ગુજરાતમાં ઓમિક્રોનનો પહેલો કેસ જામનગરમાં નોંધાયો ત્યારથી લોકોમાં ગભરાહત પૈદા થઇ ગઇ છે. આ વેરિઅન્ટ વિશે વૈજ્ઞાનિરકોનું કહેવુ છે કે, 1 સંક્રમિત વ્યક્તિ 30 થી 35 લોકોને સંક્રમિત કરી શકે છે, ત્યારે હવે કેટલી સાવચેતી રાખવી જોઇએ તે સમજી શકાય છે. પરંતુ જામનગરમાં આ સાવચેતી રાખવામાં આવી નથી.

આ પણ વાંચો –  નવી મુસિબત / Omicron ને લઇને દુનિયાનાં વેક્સિન નિર્માતાઓની શું છે તૈયારીઓ અને દાવાઓ?

આપને જણાવી દઇએ કે, ઓમિક્રોન વેરિઅન્ટ મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત કરી શકે છે તેની જાણ હોવા છતા જામનગર મનપાની ગંભીર બેદરકારી સામે આવી છે. ઓમિક્રોનનો કેસ નોંધાયો હોવા છતા પણ મનપા બિલકૂલ પણ ગંભીર દેખાઇ રહી નથી. ઓમિક્રોનનો જે ઘરમાં કેસ આવ્યો ત્યા ટ્યુશન ક્લાસ ચાલતા હતા, જ્યા દર્દી પોઝિટિવ જાહેર થયો હોવા છતા પણ ક્લાસ ચાલુ રાખવામાં આવ્યા હતા. ઓમિક્રોનનો કેસ જાહેર થયા બાદ બે દિવસ સુધી ક્લાસ ચાલુ રહ્યા હતા.

  • આરોગ્ય તંત્રે બાદમાં કાર્યવાહી હાથ ધરી
  • ટ્યુશન આવતા 7 બાળકોને આઇડેન્ટિફાય કરવામાં આવ્યા
  • અન્ય બાળકોને શોધવા તંત્રની કવાયત
  • શું દર્દી પોઝિટિવ આવ્યા બાદ તંત્ર કોઇ તપાસ કરી ન હતી?
  • કામગીરી અને કોન્ટેક્ટ ટ્રેસિંગની માત્ર વાતો જ હતી?
  • કોરોનાના ઓમિક્રોન વોરિયન્ટ સામે પણ તંત્ર ગંભીર નથી?

આ પણ વાંચો – Covid-19 / વિશ્વમાં ઓમિક્રોનનાં કહેર વચ્ચે ભારતમાં કોરોનાનાં નોંધાયા માત્ર આટલા કેસ

આ અંગે કોર્પોરેટર જેનમબેન ખફીને ધ્યાને આવતા મામલો તંત્ર સુદી પહોંચ્યો હતો. જે બાદ આરોગ્ય તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. અહી ટ્યુશનમાં આવતા 7 બાળકોની ઓળખ કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય બાળકોને શોધવાની તંત્ર દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે. જો કે હવે સવાલ ઉભા થાય છે કે, શું દર્દી પોઝિટિવ આવ્યા બાદ તંત્રએ કોઇ તપાસ કરી નહોતી? કામગીરી અને કોન્ટેક્ટ ટ્રેસિંગની માત્ર વાતો જ કરવામા આવી હતી? જો અન્ય કેસ સામે આવશે તો આ સવાલોનાં જવાબો તંત્રને આપવા ભારે પડી શકે છે.