નવી દિલ્હી/ સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ દિલ્હી સરકારનો નિર્ણય, આગામી આદેશ સુધી તમામ શાળાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકાર બંનેને વાયુ પ્રદૂષણ નિયંત્રણ પગલાંના અમલીકરણ માટે ગંભીર યોજના સાથે આવવા માટે 24 કલાકનો સમય આપ્યો છે

Top Stories India
Untitled સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ દિલ્હી સરકારનો નિર્ણય, આગામી આદેશ સુધી તમામ શાળાઓ બંધ રહેશે

રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને જોતા બંધ કરાયેલી શાળાઓ ફરી એકવાર ખુલી ગઈ છે. શાળા ખુલ્યા બાદ સોમવારે ઘણી જગ્યાએ ધુમ્મસ વચ્ચે બાળકો શાળાએ જતા જોવા મળ્યા હતા. આ સાથે જ સુપ્રીમ કોર્ટે વધતા પ્રદૂષણ વચ્ચે બાળકોની શાળા ખોલવા પર કેજરીવાલ સરકારને ફટકાર લગાવી છે. શહેરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણના સ્તર વચ્ચે શાળા ખોલવા બદલ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની ઝાટકણી કાઢી હતી.

આ પણ વાંચો ;આદેશ / રાહુલ ગાંધીએ આપ્યો આદેશ જે ગુજરાત પ્રદેશ પ્રમુખ બનશે તે ચૂંટણી નહીં લડી શકે..

સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ દિલ્હી સરકારે તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આગામી આદેશ સુધી તમામ શાળાઓ બંધ રહેશે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હી સરકારને આડે હાથ લીધી હતી. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું હતું કે જ્યારે સરકારે પુખ્ત વયના લોકો માટે ઘરેથી કામ લાગુ કર્યું છે, તો બાળકોને શા માટે શાળાએ જવાની ફરજ પાડવામાં આવી રહી છે? આપને જણાવી દઈએ કે દિલ્હીની હવામાં થોડો સુધારો થયો છે પરંતુ પ્રદૂષણનું સ્તર હજુ પણ ઊંચું છે.

આ પણ વાંચો :આદેશ / રાહુલ ગાંધીએ આપ્યો આદેશ જે ગુજરાત પ્રદેશ પ્રમુખ બનશે તે ચૂંટણી નહીં લડી શકે..

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકાર બંનેને વાયુ પ્રદૂષણ નિયંત્રણ પગલાંના અમલીકરણ માટે ગંભીર યોજના સાથે આવવા માટે 24 કલાકનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકાર બંનેને ચેતવણી આપી છે કે જો તેઓ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે પગલાં નહીં લે તો સુપ્રીમ કોર્ટ આદેશ આપશે.  તેમજ કોર્ટ આ મામલે આગામી સુનાવણી આવતીકાલે શુક્રવારે સવારે 10 વાગ્યે કરશે