મહારાષ્ટ્ર/ ગરબામાં રમતા વધુ એક યુવકને મળ્યું મોત, પિતાએ સમાચાર સાંભળ્યા પછી તેઓના પણ તૂટ્યા શ્વાસ

નરપજી સોનીગ્રા બેભાન પુત્રને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. તપાસ બાદ તબીબે મનીષને મૃત જાહેર કર્યો હતો. આ સાંભળીને નરપજી સોનીગ્રા જમીન પર પડી ગયા.

Top Stories India
ગરબા

મહારાષ્ટ્રના પાલઘરમાં 35 વર્ષીય પુત્ર અને 66 વર્ષીય પિતાનું અવસાન થયું છે. વિરાર શહેરમાં નવરાત્રી નિમિત્તે આયોજિત ગરબામાં મનીષ નરપજી સોનીગ્રા નામનો યુવક દાંડિયા રાસ કરી રહ્યો હતો. ડાન્સ કરતી વખતે તે બેભાન થઈને જમીન પર પડી ગયો.

નરપજી સોનીગ્રા બેભાન પુત્રને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. તપાસ બાદ તબીબે મનીષને મૃત જાહેર કર્યો હતો. આ સાંભળીને નરપજી સોનીગ્રા જમીન પર પડી ગયા. તેમનું પણ ત્યાં જ મૃત્યુ થયું હતું. આ ઘટના શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે બની હતી.વિરાર પોલીસે સોમવારે આ ઘટનાની જાણકારી આપી હતી. વિરારના ગ્લોબલ સિટી કોમ્પ્લેક્સમાં આયોજિત દાંડિયામાં મનીષ ડાન્સ કરી રહ્યો હતો. વિરાર પોલીસે જણાવ્યું કે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ગુજરાતમાં પણ ગરબા કરતી વખતે યુવકનું મોત

આવી જ એક ઘટના ગુજરાતના આણંદ જિલ્લામાં બની હતી. રવિવારે અહીં ગરબામાં કરતી વખતે 21 વર્ષીય યુવકનું મોત થયું હતું. વિરેન્દ્રસિંહ રમેશ ભાઈ રાજપૂત બેહોશ થતા પહેલા ગરબા કરી રહ્યા હતા. બેહોશ થઈ જતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું હતું. આ પહેલા જમ્મુમાં લાઈવ શો દરમિયાન એક 20 વર્ષીય કલાકારનું સ્ટેજ પર મોત થયું હતું. તે જ સમયે, બરેલીમાં જન્મદિવસની પાર્ટીમાં ડાન્સ કરતી વખતે એક આધેડનું મોત થયું હતું.

આ પણ વાંચો: દવા અસલી છે કે નકલી? આવા સ્કેન કરવાથી ઘરે બેઠા જ મિનિટોમાં જાણી શકાશે સત્ય

આ પણ વાંચો:7મી થી 10 દિવસ ની ગૌરવ યાત્રા, મોદી 9 અને10 આવશે, તે પછી તરત જ ઉમેદવાર પસંદગી ની પ્રક્રિયા

આ પણ વાંચો:ભરૂચ જિલ્લામાં પણ કોંગ્રેસ હાંસિયામાં, 300થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા