ગુજરાત હવામાન આગાહી/ રાજ્યમાં ચોમાસાનું ક્યારે થશે આગમન, કેવો રહેશે વરસાદ, શું કહે છે હવામાન નિષ્ણાત

રાજ્યમાં બદલાતું વાતાવરણ ચોમાસાના આગમનના સંકેતો આપે છે. અત્યારે અનેક સ્થાનો પર ગરમીનો માહોલ છે તો કયાંક વાદળછાયું વાતાવરણ છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 04 17T172858.317 રાજ્યમાં ચોમાસાનું ક્યારે થશે આગમન, કેવો રહેશે વરસાદ, શું કહે છે હવામાન નિષ્ણાત

ગુજરાત : રાજ્યમાં બદલાતું વાતાવરણ ચોમાસાના આગમનના સંકેતો આપે છે. અત્યારે અનેક સ્થાનો પર ગરમીનો માહોલ છે તો કયાંક વાદળછાયું વાતાવરણ છે. હવામાન નિષ્ણાતે આગાહી કરતાં કહ્યું કે 24મે થી 4 જૂન દરમ્યાન રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી જોવા મળશે. જ્યારે ચોમાસાનું વિધિવત આગમન 8 જૂનથી 15 જૂન દરમ્યાન જોવા મળી શકે. અરબી સમુદ્રમાં ફેરફાર થતા જૂનની શરૂઆતથી જ હળવો અને છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે.

હવામાન નિષ્ણાતની આગાહી મુજબ રાજ્યમાં આ વર્ષે વરસાદ સારો રહેશે. દક્ષિણ ભારતમાં ખેતી લાયક વરસાદની સંભાવના હાલ જોવા મળી રહી છે. હાલમાં જોવા મળતા સંકેતો મુજબ અમરેલી, જૂનાગઢ, બનાસકાંઠામાં સારા પ્રમાણમાં વરસાદ થશે. તો છેલ્લા કેટલાક સમયથી સૂકા પ્રદેશ એવા કચ્છમાં પણ હવે વરસાદની મહેર થાય છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં દરિયામાં હવાનું હળવું દબાણ ઉભું થતા રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે.

પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની મધ્યમ સ્થિતિ આગામી સમયમાં નબળી પડી શકે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. અને તેથી જ ચોમાસાના બીજા તબક્કા એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં લા નીના સ્થિતિ ઊભી થઈ શકે. આ સ્થિતિ ચોમાસા માટે સારી માનવામાં આવે છે. જ્યારે અલ નીનોની સ્થિતિના કારણે ઓછા વરસાદના અનુમાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી. IMDના જણાવ્યા મુજબ હાલમાં ચોમાસાને લઈને પ્રારંભિક અનુમાન કરવામાં આવ્યું છે. મે મહિનાના અંતમાં દેશમાં ચોમાસાના આગમન અને ક્યાં અને કેટલો વરસાદ પડશે તેની નિશ્ચિત આગાહી કરી શકાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી