Not Set/ અમદાવાદ/ શાહઆલમમાં તોફાનમાં સામેલ 5000ના ટોળા સામે ફરિયાદ, આજે માહોલ શાંતિપૂર્ણ

અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં શરુ થયેલો CAA નો વિરોધ છેલ્લે અમદાવાદની શાંતિને છિન્નભિન્ન કરી હિંસક તોફાનમાં પરિણમ્યું હતું. જેમાં ૨૫ થી વધુ પોલીસ કર્મી અને મીડિયા કર્મી ઘાયલ થયા હતા. આ મામલે પોલીસે 5000 લોકો સામે રાયોટિંગના ગુનાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. 49 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાનની પણ ધરપકડ કરવામાં […]

Top Stories Ahmedabad Gujarat
rupani 1 અમદાવાદ/ શાહઆલમમાં તોફાનમાં સામેલ 5000ના ટોળા સામે ફરિયાદ, આજે માહોલ શાંતિપૂર્ણ

અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં શરુ થયેલો CAA નો વિરોધ છેલ્લે અમદાવાદની શાંતિને છિન્નભિન્ન કરી હિંસક તોફાનમાં પરિણમ્યું હતું. જેમાં ૨૫ થી વધુ પોલીસ કર્મી અને મીડિયા કર્મી ઘાયલ થયા હતા. આ મામલે પોલીસે 5000 લોકો સામે રાયોટિંગના ગુનાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. 49 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાનની પણ ધરપકડ કરવામાં આવી છે.

જોકે અન્ય આરોપીઓની CCTV ફૂટેજના આધારે તપાસ કરવામાં આવશે.  નોંધનીય છેકે નાગરિકતા સંશોધન કાયદાને લઈને ગુરુવારના રોજ કેટલાક અસમાજિક તત્વો દ્વારા હિંસાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો. અને શાંતિપૂર્ણ વાતાવરણમાં શરુ થયેલો વિરોધ હિંસક બન્યો હતો. આ હિંસાત્મક ટોળાએ પોલીસકર્મીઓને ટાર્ગેટ કરીને જોરદાર પથ્થરમારો કર્યો હતો.  જેમાં 21 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં થયેલા પથ્થરમારાને લઈને પોલીસે 49 લોકોની ધરપકડ કરી છે.  CCTVના આધારે પોલીસે અટકાયત કરવામા આવી છે.  પોલીસે ટોળા સામે રાયોટિંગનો ગુન્હો નોંધ્યો છે. અંદાજે 5 હજાર લોકો સામે ફરીયાદ દાખલ કરી છે. જો કે આજે માહૌલ શાંતિપૂર્ણ છે.

સરકાર તરફથી  PI જે.એમ.સોલંકી ફરિયાદી બન્યા

ગત સાંજે હિંસક તોલા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા ૨૬ જેટલા પોલીસ કર્મીઓ ધાયલ થયા હતા. આ મામલે ઇસનપુર પોલીસે 5000ના ટોળા સામે રાયોટીંગ ની ફરિયાદ નોંધી છે. આ ફરિયાદમાં ઇસનપુર PI જે.એમ.સોલંકી ફરિયાદી બન્યા છે. ઘાયલ પોલીસકર્મીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.

જોકે આજે શાહઆલમ, દાણીલીમડા, શાહપુર, લાલદરવાજા, મિર્ઝાપુર, રિલીફરોડ વિસ્તાર માહોલ શાતિપૂર્ણ જોવા મળી રહ્યો છે. અને લોકો યથાવત પોતાના વ્યવસાયે વળગી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.