Not Set/ ફાંસીની સજા/ સગીર દિકરીનું શારીરિક શોષણ કરી ગર્ભવતી બનાવી મોતને ઘાટ ઉતારનાર પિતાને સુરત કોર્ટેનું ફરમાન

એક તરફ દેશભરમાં નારી સશક્તિકરણ અને બેટી બચાવોનાં નારા બુલંદી પર જોવામાં આવી રહ્યા છે, તો નારાઓથી પર હકીકતમાં મહિલા અને ખાસ કરીને યુવતીઓ અને સગીરઓ પર દુષ્કર્મનો રાફડો ફાટ્યો હોય એટલા પ્રમાણમાં ઘટનાઓ બની રહી છે. સરકાર અને ન્યાયતંત્ર આવા દુષ્કર્મનાં મામલામાં કડકત્મ વલણ અપનાવી રહ્યા છે, તે પણ દેખાતી વાત છે. અને આ […]

Top Stories Gujarat Surat
srt fanshi ફાંસીની સજા/ સગીર દિકરીનું શારીરિક શોષણ કરી ગર્ભવતી બનાવી મોતને ઘાટ ઉતારનાર પિતાને સુરત કોર્ટેનું ફરમાન

એક તરફ દેશભરમાં નારી સશક્તિકરણ અને બેટી બચાવોનાં નારા બુલંદી પર જોવામાં આવી રહ્યા છે, તો નારાઓથી પર હકીકતમાં મહિલા અને ખાસ કરીને યુવતીઓ અને સગીરઓ પર દુષ્કર્મનો રાફડો ફાટ્યો હોય એટલા પ્રમાણમાં ઘટનાઓ બની રહી છે. સરકાર અને ન્યાયતંત્ર આવા દુષ્કર્મનાં મામલામાં કડકત્મ વલણ અપનાવી રહ્યા છે, તે પણ દેખાતી વાત છે. અને આ જ પથને અનુસરીને કે આ જ તર્જ પર સુરતની સેશન્સ કોર્ટ દ્વારા પણ માઇસ્ટેન ચૂકાદો આપવામાં આવ્યો છે. આવા જ એક કેસમાં સુરત સેશન્સ કોર્ટે રેર ઓફ ધ રેર કેસ ગણી અપરાધી પિતાને ફાંસીની સજા ફટકારી છે.

આપને જણાવી દઇએ કે, સુરતની ઘટનામાં 14 વર્ષની દીકરીને ગર્ભવતી બનાવી મોતને ઘાટ ઉતારનાર પિતાને સુરત સેશન્સ કોર્ટમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. સુરત સેશન્સ કોર્ટ દ્રારા પિતા-પુત્રીનાં સબંધોને લાંલછન લગાવનાર નરાાધમ હવસખોર બાપને ફાંસીની સજા ફટકારી સમાજીક દાખલો રુપ ચૂકાદો આપવામાં આવ્યો છે.

ઘટનાની વિગતોની વાત કરવામાં આવે તો, સુરતના ડુમસ રોડ પર  30-6-2017ના દિવસે અવાવરુ જગ્યાએથી 14 વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનામાં પોલીસે તપાસ કરતાં મૃતક કિશોરીનો પિતા જ કસૂરવાર હોવાનું સામે આવ્યું હતું.  આરોપી પિતા દ્વારા પોતાની જ ગર્ભવતિ દીકરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું ત્યારે પોલીસ દ્વારા ગર્ભ કોનો છે, તે જાણવા ડીએનએ ટેસ્ટ થયો હતો. DNA ટેસ્ટમાં બાળકી સાથે પિતાએ જ શારીરિક શોષણ કરીને ગર્ભવતી બનાવ્યાનું સામે આવતાં પાછળથી પોસ્કો અને દુષ્કર્મની કલમ પોલીસ દ્વારા ઉમેરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.