Not Set/ IPL 2020/ ક્રિકેટ ફેન્સ થઇ જાઓ તૈયાર, આઈપીએલ-13 નું સંપૂર્ણ શેડ્યૂલ આવ્યુ સામે

ભારત અને દુનિયાભરનાં ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આઇપીએલ 2020 જે ભારતનો ખાસ તહેવાર કહેવાય છે, તેનુ પૂર્ણ સમયપત્રક એટલે કે શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. આ વખતે આઈપીએલની 13 મી સીઝન થવાની છે. બધી તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ આજ દિન સુધી શેડ્યૂલની રાહ જોવાતી હતી. આઈપીએલની પહેલી […]

Top Stories Sports
Untitled design 2 1 IPL 2020/ ક્રિકેટ ફેન્સ થઇ જાઓ તૈયાર, આઈપીએલ-13 નું સંપૂર્ણ શેડ્યૂલ આવ્યુ સામે

ભારત અને દુનિયાભરનાં ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આઇપીએલ 2020 જે ભારતનો ખાસ તહેવાર કહેવાય છે, તેનુ પૂર્ણ સમયપત્રક એટલે કે શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. આ વખતે આઈપીએલની 13 મી સીઝન થવાની છે. બધી તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ આજ દિન સુધી શેડ્યૂલની રાહ જોવાતી હતી. આઈપીએલની પહેલી મેચ 29 માર્ચે રમાશે. વળી, આખી આઈપીએલ લગભગ બે મહિના ચાલશે અને તેની અંતિમ મેચ ટોચની બે ટીમો વચ્ચે 17 મે નાં રોજ રમાશે. આ વખતની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થશે. એટલે કે પ્રથમ મેચ રોહિત શર્મા અને ભારતનાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ટીમો વચ્ચે થશે.

ipl schedule1 IPL 2020/ ક્રિકેટ ફેન્સ થઇ જાઓ તૈયાર, આઈપીએલ-13 નું સંપૂર્ણ શેડ્યૂલ આવ્યુ સામે

આ વખતે આઈપીએલમાં 60 મેચ રમાશે, જેમાં પહેલી મેચ ચાર વખત ટાઇટલ જીતનાર રોહિત શર્માની ટીમનો મુકાબલો એમએસ ધોનીની ટીમ સાથે  થશે. આ વખતે ફેરફાર પણ કરવામાં આવ્યા છે કે આ વખતે આઈપીએલમાં બે મેચ ફક્ત એક જ દિવસે એટલે કે રવિવારે જ રમાશે. આવા કિસ્સામાં, લીગ મેચ 50 દિવસ સુધી ચાલશે, ત્યારબાદ આગળ મેચ થશે. રવિવાર સિવાય અન્ય તમામ મેચ રાતનાં આઠ વાગ્યે શરૂ થશે.

ipl schedule2 IPL 2020/ ક્રિકેટ ફેન્સ થઇ જાઓ તૈયાર, આઈપીએલ-13 નું સંપૂર્ણ શેડ્યૂલ આવ્યુ સામે

આ વખતે આઈપીએલમાં 5 એપ્રિલ, 12 એપ્રિલ, 19 એપ્રિલ, 26 એપ્રિલ, 3 મે, 10 મે નાં રોજ બે મેચ થશે. આ બધા દિવસે રવિવાર છે. તેના સમયમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે જે દિવસે બે મેચ થશે, તે દિવસે પહેલી મેચ ચાર વાગ્યાથી અને બીજી મેચ આઠ વાગ્યાથી રમાશે. વળી જે દિવસે એક જ મેચ યોજાશે, તે દિવસે મેચ રાત્રે આઠ વાગ્યાથી યોજાશે. અગાઉ પરિવર્તનની વાત કરવામાં આવી હતી, પરંતુ તે કરવામાં આવ્યું નથી.

આઈપીએલનાં અત્યાર સુધીનાં વિજેતાઓ

2008: રાજસ્થાન રોયલ્સ

2009: ડેક્કન ચાર્જર્સ

2010: ચેન્નઈ સુપર કિંગ્સ

2011: ચેન્નઈ સુપર કિંગ્સ

2012: કોલકાતા નાઈટ રાઇડર્સ

2013: મુંબઇ ઇન્ડિયન્સ

2014: કોલકાતા નાઈટ રાઇડર્સ

2015: મુંબઇ ઇન્ડિયન્સ

2016: સનરાઇઝર્સ હૈદરાબાદ

2017: મુંબઇ ઇન્ડિયન્સ

2018: ચેન્નાઈ સુપર કિંગ્સ

2019: મુંબઇ ઇન્ડિયન્સ

કઇ ટીમે કેટલી વખત જીત્યુ આઈપીએલ ટાઈટલ

મુંબઇ ઇન્ડિયન્સ: 4 વખત

ચેન્નાઈ સુપર કિંગ્સ: 3 વખત

કોલકાતા નાઈટ રાઇડર્સ: 2 વખત

રાજસ્થાન રોયલ્સ: 1 વખત

ડેક્કન ચાર્જર્સ: 1 વખત

સનરાઇઝર્સ હૈદરાબાદ: 1 વખત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.