હિજાબ વિવાદ/ હિજાબ મામલે આ અભિનેતાની કેમ કરવામાં આવી ધરપકડ,જાણો વિગત

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ થઈને મેઘાએ જણાવ્યું કે કોઈપણ પૂર્વ સૂચના કે કાયદાકીય સૂચના વિના ચેતનને તેના ઘરેથી લઈ જવામાં આવ્યો હતો અને હવે તેનું ઠેકાણું નથી.

Top Stories Entertainment
11 91 હિજાબ મામલે આ અભિનેતાની કેમ કરવામાં આવી ધરપકડ,જાણો વિગત

કર્ણાટક હિજાબ વિવાદના સંદર્ભમાં કન્નડ અભિનેતા અને કાર્યકર્તા ચેતન કુમારની બેંગલુરુ સિટી પોલીસે મંગળવારે મોડી રાત્રે બેંગલુરુથી ધરપકડ કરી હતી. ચેતન પર આરોપ છે કે તેણે કર્ણાટકમાં હિજાબ કેસની સુનાવણી કરી રહેલા હાઈકોર્ટના જજ વિરુદ્ધ વાંધાજનક ટ્વીટ કર્યું હતું. અભિનેતા ચેતન વિરુદ્ધ IPCની 505(2) અને 504 હેઠળ FIR નોંધવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે  આ પહેલા ચેતનની પત્ની મેઘાએ આરોપ લગાવ્યો હતો કે તેમના પતિને કેટલાક પોલીસ અધિકારીઓ પૂછપરછ માટે લઈ ગયા બાદ ગુમ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ થઈને મેઘાએ જણાવ્યું કે કોઈપણ પૂર્વ સૂચના કે કાયદાકીય સૂચના વિના ચેતનને તેના ઘરેથી લઈ જવામાં આવ્યો હતો અને હવે તેમનું ઠેકાણું નથી.

જાણો શું છે મામલો
ચેતન કુણારે 16 ફેબ્રુઆરીએ જસ્ટિસ કૃષ્ણા દીક્ષિત વિશેની જૂની ટ્વિટને રી-ટ્વીટ કરી હતી. જૂના ટ્વીટમાં જસ્ટિસ કૃષ્ણા દીક્ષિતને બળાત્કારના આરોપીને ધરપકડ પૂર્વે જામીન આપવા અને પીડિતા પર ટિપ્પણી કરવાનું કહેવામાં આવ્યું હતું. ચેતને આ જ ટ્વીટને રીટ્વીટ કરતા તેને હિજાબ વિવાદ સાથે જોડી અને ન્યાયમૂર્તિ કૃષ્ણા દીક્ષિત વિશે કથિત વાંધાજનક વાત કહી.

ચેતને રીટ્વીટમાં શું લખ્યું?
ચેતને રિટ્વીટમાં લખ્યું કે આ એક ટ્વીટ છે જે મેં લગભગ બે વર્ષ પહેલા કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને લઈને લખ્યું હતું. જસ્ટિસ કૃષ્ણા દીક્ષિતે બળાત્કારના કેસમાં આવી ચિંતાજનક ટિપ્પણી કરી હતી. હવે આ ન્યાયાધીશો નક્કી કરી રહ્યા છે કે સરકારી શાળાઓમાં હિજાબ સ્વીકાર્ય છે કે નહીં. શું તેમની પાસે જરૂરી સ્પષ્ટતા છે?