Not Set/ ગોંડલ : મગફળીના ગોડાઉનમાં ભભૂકેલી આગ દસ દિવસ બાદ પણ યથાવત, તંત્ર લાચાર

ગોંડલ, દક્ષિણ ગુજરાતના ગોંડલ સ્તિથ રામરાજ્ય મગફળીના ગોડાઉનમાં ભભૂકેલી આગના લબકારા આજે પણ યથાવત રહ્યા છે. છેલ્લા દસ-દસ દિવસ બાદ પણ ગોડાઉનમાં લાગેલી આગને બુઝાવવામાં રાજ્યના વાઈબ્રન્ટ ગણાતા તંત્રએ લાચારી દર્શાવી છે. મગફળીના ગોડાઉનમાં ભભૂકેલી આગને બુઝાવવામાં માટે તંત્ર દ્વારા પાંચ તાલુકાના ફાયર ફાઈટરોને કામે લગાડી ૧૦૦૦ બંબા દ્વારા એક કરોડ લિટર કરતા વધુ પણ […]

Top Stories
hh ગોંડલ : મગફળીના ગોડાઉનમાં ભભૂકેલી આગ દસ દિવસ બાદ પણ યથાવત, તંત્ર લાચાર

ગોંડલ,

દક્ષિણ ગુજરાતના ગોંડલ સ્તિથ રામરાજ્ય મગફળીના ગોડાઉનમાં ભભૂકેલી આગના લબકારા આજે પણ યથાવત રહ્યા છે. છેલ્લા દસ-દસ દિવસ બાદ પણ ગોડાઉનમાં લાગેલી આગને બુઝાવવામાં રાજ્યના વાઈબ્રન્ટ ગણાતા તંત્રએ લાચારી દર્શાવી છે. મગફળીના ગોડાઉનમાં ભભૂકેલી આગને બુઝાવવામાં માટે તંત્ર દ્વારા પાંચ તાલુકાના ફાયર ફાઈટરોને કામે લગાડી ૧૦૦૦ બંબા દ્વારા એક કરોડ લિટર કરતા વધુ પણ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો પણ આ આગ બુઝાઈ શકી નથી અને કરોડો રૂપિયાની મગફળી બનીને ખાખ થઈ જવા પામી છે. નોધનીય બાબત એ છે કે આગને બુઝાવવા માટે તંત્ર દ્વારા જે પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ગોંડલને એક મહિનો ચાલે તેટલા પાણીના જથ્થા બરાબર છે.

તંત્ર દ્વારા હાર સ્વીકારીને ન છૂટકે સળગી ઉઠેલ મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ જવા દેવો પડ્યો છે. બીજી બાજુ આ આગ હજી ક્યારે બુઝાશે તે પણ દર્શાવી શકાયું નથી. આ પરિસ્થિતિ વચ્ચે લાચાર તંત્ર દ્વાર સળગી ઉઠેલ મગફળીના ગોડાઉનની બાજુમાં આવેલ અન્ય એક ગોડાઉનમાં સલામત પડેલ ૨૭૦૦૦ જેટલી મગફળીની ગુણીઓમાં આગ ફેલાય તે પહેલા જ તેમને ગોંડલથી જેતપુરના નવાગઢ ખાતેના ગોડાઉનમાં સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એક બાજુ આ બનાવમાં સીઆઈડી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ગુજકોટ દ્રારા હાથ ધરવામાં આવેલ મગફળી હેરાફેરીનું સંપૂર્ણ વિડીયો રેકોડીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

આ અંગે વધુ જણાવતા ગુઝકોટના અધિકારી મગનભાઈ ઝાલાવાડીયાએ જણાવ્યું હતું, ” ગોંડલના ગોડાઉન ન. ૧માં આગ લાગ્યાને દસ દિવસ થઇ ચુક્યા છે આ આગ ન બુઝાયા બાદ બાજુમાં ગોડાઉન ન. ૨માં મગફળીનો જે જથ્થો હતો તેણે સલામત સ્થળે ખસેડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ જથ્થાને તેમને ગોંડલથી જેતપુરના નવાગઢ ખાતેના ગોડાઉનમાં ખસેડવામાં આવી રહ્યો છે.

આગ ન બુઝાવા અંગે ફાયર ઓફિસર મુળુભા ભાઈએ જણાવ્યું હતું કે, ગત મહિને ૩૦ તારીખે સાંજે ૪.૩૦ વાગ્યે મગફળીના ગોડાઉનમાં જે આગ લાગી હતી તે આજે ૧૦ દિવસ બાદ પણ કાબુમાં આવી નથી. આગને બુઝાવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે પરંતુ હાલમાં આ આગ બુઝાઈ કાબુમાં આવી શકે તેમ નથી.