Not Set/ મુંબઇએ કોલકાતાને 9 વિકેટે હરાવ્યું, કોલકાતાની IPL ને બાય-બાય

આઇપીએલ સીઝન 12ની 56મી મેચમાં રોહિત શર્માના 48 બોલમાં 55 રન અને સૂર્યકુમાર યાદવના 27 બોલમાં 46 રનની ઇનિંગના સહારે મુંબઇએ કોલકાતાને 9 વિકેટે હરાવ્યું હતું. ટોસ હારીને પહેલી બેટિંગ કરતા કોલકાતાએ 7 વિકેટના નુકસાન પર 133 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઇએ 1 વિકેટ ગુમાવીને 23 બોલ બાકી હતા ત્યાં જ મુકાબલો જીતી લીધો હતો. […]

Top Stories Sports
MI મુંબઇએ કોલકાતાને 9 વિકેટે હરાવ્યું, કોલકાતાની IPL ને બાય-બાય

આઇપીએલ સીઝન 12ની 56મી મેચમાં રોહિત શર્માના 48 બોલમાં 55 રન અને સૂર્યકુમાર યાદવના 27 બોલમાં 46 રનની ઇનિંગના સહારે મુંબઇએ કોલકાતાને 9 વિકેટે હરાવ્યું હતું. ટોસ હારીને પહેલી બેટિંગ કરતા કોલકાતાએ 7 વિકેટના નુકસાન પર 133 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઇએ 1 વિકેટ ગુમાવીને 23 બોલ બાકી હતા ત્યાં જ મુકાબલો જીતી લીધો હતો.

આ જીતની સાથે જ મુંબઇ ઇન્ડિયન્સ 18 અંકો સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોપર બની ચૂકી છે. તો બીજી તરફ કોલકાતા આઇપીએલ 2019માંથી બહાર થઇ ચૂકી છે. બે વાર ચેમ્પિયન થઇ ચૂકેલી કોલકાતા 12 અંકો સાથે પોઇન્ટ ટેબલમાં પાંચમાં ક્રમાંકે રહી હતી. કોલકાતાની હારનો સીધો ફાયદો હૈદરાબાદને થતા હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. હવે મુંબઇની ટીમ ચેન્નાઇની વિરુદ્વ 7 મે ના રોજ પહેલો ક્વોલિફાયર મેચ રમશે.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઇની શરૂઆત શાનદાર રહી હતી. જો કે પાવરપ્લે બાદ સાતમી ઓવરમાં ક્વિંટન ડિકોક કેચઆઉટ થયો હતો. પહેલી વિકેટ માટે રોહિત અને ડિકોક વચ્ચે 46 રનની ભાગીદારી નોંધાઇ હતી.

આ પહેલા કોલકાતાએ મુંબઇ સામે 134 રનનું લક્ષ્યાંક રાખ્યું હતું. કોલકાતા તરફથી ક્રિસ લિને 41 અને રોબિન ઉથપ્પાએ 40 રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી લસિથ મંલિગાએ 2, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહે 2—2 વિકેટ ઝડપી હતી.

બંને ટીમ

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા(કેપ્ટન), ક્વિન્ટન ડીકૉક(વિકેટકિપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, મિચ મેક્લેનગ્ન, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગા

કોલકાતા નાઈટ રાઈડર્સઃ દિનેશ કાર્તિક(કેપ્ટન), ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, શુભમન ગિલ, રિન્કુ સિંહ, નિતિશ રાણી, આન્દ્રે રસેલ, સુનિલ નારાયણ, પ્રસિદ્ધ કૃષ્ણ, સંદીપ વોરિયર અને હેરી ગર્ની