Not Set/ 5માં તબક્કાની 51 સીટો માટે મતદાન,રાહુલ ગાંધી સહિત અનેક મહાનુભવોનું ભાવિ દાવ પર

લોકશાહીનાં મહાપર્વ ચૂંટણીમાં ચાર તબક્કાનું મતદાન થઇ ચુક્યું છે. દરેક રાજકીય પક્ષે ત્યાર સુધીમાં થયેલા મતદાનને પોત પોતાની રીતે વર્ણવી રોકડી કરવાની કોશિશ પણ કરી જ લીઘી છે. ત્યારે આજે જે હિન્દી બેલ્ટ તરીકે ઓળખાતા વિસ્તારોમાં મતદાતા પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી પોતાની લોકતાંત્રીક સર્વપરીતાનો પરીચય આપશે. પાચમાં તબક્કામાં આશરે 8.75 કરોડ મતદારો આશરે 674 ઉમેદવારોનું […]

Top Stories India
trt 1 5માં તબક્કાની 51 સીટો માટે મતદાન,રાહુલ ગાંધી સહિત અનેક મહાનુભવોનું ભાવિ દાવ પર

લોકશાહીનાં મહાપર્વ ચૂંટણીમાં ચાર તબક્કાનું મતદાન થઇ ચુક્યું છે. દરેક રાજકીય પક્ષે ત્યાર સુધીમાં થયેલા મતદાનને પોત પોતાની રીતે વર્ણવી રોકડી કરવાની કોશિશ પણ કરી જ લીઘી છે. ત્યારે આજે જે હિન્દી બેલ્ટ તરીકે ઓળખાતા વિસ્તારોમાં મતદાતા પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી પોતાની લોકતાંત્રીક સર્વપરીતાનો પરીચય આપશે. પાચમાં તબક્કામાં આશરે 8.75 કરોડ મતદારો આશરે 674 ઉમેદવારોનું ભાવી નક્કી થશે.આ બેઠકો માટે સાતેય રાજ્યોમાં 94 હજાર જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આજનાં મતદાન સાથે લોકસભાની 543માંથી 424 બેઠકો પર મતદાન સંપન્ન થશે. ત્યારે  મતદાન કોને પખાળશે કોને પછાળશે તે તો 23’મે નક્કી કરશે.

yh 5માં તબક્કાની 51 સીટો માટે મતદાન,રાહુલ ગાંધી સહિત અનેક મહાનુભવોનું ભાવિ દાવ પર

આ દિગ્ગજોની આબરૂ લાગી છે, દાવ પર

પરંતુ આજે રાયબરેલીનાં ઉમેદવાર અને યુપીએનાં ચેરપર્શન સાનિયા ગાંધી, અમેઠીનાં ઉમેદવાર અને કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંઘી, લખનૌનાં ઉમેદવાર અને ભારત સરકારનાં ગૃહમંત્રી રાજનાથસિંહ અને બધાનું ધ્યાન જ્યાં શરૂઆતથી જ લાગેલું છે તે અમેઠી બેઠકનાં ભાજપનાં ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની, તેમજ કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ, રાજનાથસિંહ સામે લખનૌથી ઉમેદવારી નોંધાવનાર શત્રુધ્ન સિન્હાનાં પત્ની પૂનમ સિન્હા જેવા અનેક દિગ્ગજ નેતાઓ સહિતનાં પાંચમાં તબક્કાનાં તમામ ઉમેદવારોનાં ભાવીનો ફેસલો મતદાતા કરશે.

કોમ છે આ બેઠકોનું અત્યંત મહત્વ

પાંચમાં તબક્કાનાં આજનાં મતદાનમાં 7 રાજ્યોની 51 લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. આપને જણાવી દઇએ કે આ બેઠકોમાંથી મોટાભાગની બેઠકો હિન્દી બેલ્ટની બેઠકો ગણવામાં આવે છે. અને 2017માં વિધાનસભામાં કેન્દ્ર અને રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તિસગઠ જેવા હિન્દી બેલ્ટનાં રાજ્યો સત્તાસ્થાને રહેલા ભાજપને મોટા ફટકો પડ્યો હતો અને સત્તા હાથમાંથી સરકી ગઇ હતી.

yhh 5માં તબક્કાની 51 સીટો માટે મતદાન,રાહુલ ગાંધી સહિત અનેક મહાનુભવોનું ભાવિ દાવ પર

કયા રાજ્યો અને કઇ બેઠક પર મતદાન

પાંચમાં તબક્કામાં સાત રાજ્યો પૈકી ઉત્તર પ્રદેશમાં ૧૪, રાજસ્થાનમાં ૧૨, પશ્ચિમ બંગાળમાં 7, મધ્ય પ્રદેશમાં 7, બિહારમાં 5, ઝારખંડમાં 4 બેઠકો અને જમ્મુ-કાશ્મીરમાં 1 બેઠક પર મતદાન યોજાશે. ફિરોજબાદ, ધીરહરા, સીતાપુર, મોહનલાગંજ, લખનૌ, રાયબરેલી, અમેઠી, બાંદા, ફતેહપુર, કૌશંબી, બારાબંકી, બહેરાઇચ, કૈસરગંજ, ગોંડા, ગંગાનગર, બીકનેર, ચરુ, ઝુંઝૂન, સિકર, જયપુર ગ્રામીણ, જયપુર શહેર, અલવર, ભરતપુર, કરૌલી, ધૌલપુર, ડૌસા, નાગૌર, ટીકમગઢ, દમોહ, ખજુરાહ, સતના, રીવા, હોશંગાબાદ, બૈતુલ, સીતામઢી, મધુબની, મુઝફ્ફરપુર, સારણ, હજીપુર, કોડરમા, રાંચી, ખૂંટી, હઝારીબગ, લદ્દાખ, અનંતનાગ (ફક્ત શોપીયન જિલ્લાનું મતદાન), બંગાંવ, બૈરકપુર, હાવડા, ઉલુબેરીયા, શ્રીરામપુર, હુગલી, અરમાબગ જેવી 51 બેઠકોનો સમાવેશ થાય છે.

આગાઉનાં ચાર તબક્કામાં મતદાનનું પ્રમાણ સારી માત્રામાં જોવામાં આવ્યું છે ત્યારે આજનાં તબક્કા માટેની 51 બેઠકો પર મતદાનની ટકાવારી અને મતદારોનો જુકાવ ભાવી સરકાર નક્કી કરવામાં મોટો ભાગ ભજવશે.