Not Set/ સુરતના યુવાનનું ઓસ્ટ્રેલિયામાં ડુબી જતા મોત 

સુરત, સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ રમણભાઈ કથિરીયાનો એકનો એક દીકરો ઓસ્ટ્રેલિયામાં ડૂબી જતા મોતને ભેટ્યો છે. અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયેલા સાહિલ નામના યુવકનું સિડનીના નેશનલ પાર્કમાં ડૂબી જતાં મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સાહિલનો મૃતદેહ ગુરુવારે સુરત લવાતા અંતિમયાત્રા યોજવામાં આવી હતી.પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે,પાર્કમાં ઓછું પાણી હોય છે તેવા […]

Top Stories Gujarat Trending
image1 સુરતના યુવાનનું ઓસ્ટ્રેલિયામાં ડુબી જતા મોત 

સુરત,

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ રમણભાઈ કથિરીયાનો એકનો એક દીકરો ઓસ્ટ્રેલિયામાં ડૂબી જતા મોતને ભેટ્યો છે. અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયેલા સાહિલ નામના યુવકનું સિડનીના નેશનલ પાર્કમાં ડૂબી જતાં મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

સાહિલનો મૃતદેહ ગુરુવારે સુરત લવાતા અંતિમયાત્રા યોજવામાં આવી હતી.પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે,પાર્કમાં ઓછું પાણી હોય છે તેવા સંજોગોમાં કેવી રીતે મોત થઈ શકે તેવા સવાલો ઉઠાવ્યાં હતાં. મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના સરસીયા ગામના વતની અને હાલ કતારગામના કોટેશ્વર નગરમાં રહેતા અને કન્ટ્રકશનના કામ સાથે સંકળાયેલા રાજેશભાઈ રમણભાઈ કથિરીયા સંયુક્ત પરિવારમાં રહે છે. તેનો દીકરો સાહિલ 11 મહિના પહેલા જ આઈટીના અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયો હતો.

હાલ તે બીજી ટર્મમાં અભ્યાસ કરતો હતો. ભણવામાં હોશિંયાર સાહિલ આઈટી બાદ તે કોર્ષ બદલીને સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરવાનો હતો. આ અગાઉ ગત 29મીના રોજ તેઓ મિત્રો સાથે સિડનીના રોયલ નેશનલ પાર્કમાં ફરવા ગયાં હતાં. જ્યાં ન્હાતી વખતે તેનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું.