Not Set/ મહેસાણામાં ખાટકીઓએ કરેલી હત્યા મામલો, મૃતકના પરિવારને સરકારી સહાય આપવા માંગ

મહેસાણા, મહેસાણા જીલ્લામાં ખેરપુરના ગૌસેવક રાજુ રબારી સાથે દગો કરી કાયરતાપૂર્વક છેતરીને ખાટકીઓએ નિર્મમ હત્યા કરી હતી. આ મામલે ગીર સોમનાથમાં વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ યુવા સંગઠન, માલધારી સહિતના સંગઠનોએ ખાટકી આરોપીને કડક સજા કરી મૃતકના પરિવારજનોને ન્યાય આપવા માંગ કરી હતી. આર્થિક સહાય આપી મદદ કરવા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનમાં જણાવામાં આવ્યુ […]

Top Stories Gujarat Others Trending
mjfd મહેસાણામાં ખાટકીઓએ કરેલી હત્યા મામલો, મૃતકના પરિવારને સરકારી સહાય આપવા માંગ

મહેસાણા,

મહેસાણા જીલ્લામાં ખેરપુરના ગૌસેવક રાજુ રબારી સાથે દગો કરી કાયરતાપૂર્વક છેતરીને ખાટકીઓએ નિર્મમ હત્યા કરી હતી. આ મામલે ગીર સોમનાથમાં વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ યુવા સંગઠન, માલધારી સહિતના સંગઠનોએ ખાટકી આરોપીને કડક સજા કરી મૃતકના પરિવારજનોને ન્યાય આપવા માંગ કરી હતી.

આર્થિક સહાય આપી મદદ કરવા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનમાં જણાવામાં આવ્યુ હતુ કે ગૌસેવક રાજુ રબારીની હત્‍યા કતલખાના બંધ કરાવાના મામલે થઇ હતી.

રાજ્ય સરકારે કતલખાના બંધ કરાવી ગૌ હત્યા અટકાવવી જોઇએ. હિન્દુ યુવા સંગઠનના યુવા પ્રમુખ શૈલેષ મેસવાણીયાએ જણાવ્યુ હતુ કે, રાજુ રબારીની હત્યા કરવા ઉપરાંત તેના પરિવારજનોને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે. જેને મુક્ત કરવામાં આવે અને ખાટકી આરોપીઓને કડક સજા કરવામાં આવે.