ગુજરાત/ રાજ્યમાં ખેડૂતોની દયનીય સ્થિતિ, 42.5 ટકા દેવાનાં ડુંગર તળે

કેન્દ્રનાં નેશનલ સેમ્પલ સર્વેનાં તારણની વાત કરીએ તો ગુજરાતમાં 42.5 ટકા ખેડૂતો દેવાનાં ડુંગર તળે છે. રાજ્યમાં લગભગ 43.19 લાખ ખેડૂતોમાંથી 22.61 લાખ ખેડૂતો દેવામાં દટાયા છે.

Top Stories Gujarat Others
રાજ્યમાં ખેડૂતની દયનીય સ્થિતિ
  • ગુજરાતમાં 42.5 ટકા ખેડૂતો દેવાના ડુંગર તળે
  • રાજ્યમાં 43.19 લાખ ખેડૂતોમાંથી 22.61 લાખ ખેડૂતો દેવામાં દટાયા
  • કેન્દ્રના નેશનલ સેમ્પલ સર્વેના તારણ
  • આંધ્રપ્રદેશમાં 93.20 ટકા ખેડૂતોના શિરે દેવું
  • ગુજરાત દેવામાં 42.5 ટકા સાથે 14-મા-ક્રમે

દેશમાં છેલ્લા લગભગ 1 વર્ષથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને લોકોએ અલગ-અલગ વ્યાખ્યા આપી છે. પરંતુ શું તેમની અસલ પરિસ્થિતિ પર કોઇનું ધ્યાન ગયુ છે ખરા? જી હા, જગતનો તાત આજે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યો છે તેનું જો ઉદાહરણ જોવુ હોય તો તેમના પર કેટલુ દેવુ છે તે એકવાર ચકાસીને જાણી શકાય. આપણે જો ગુજરાતની વાતી કરીએ તો અહી ખેડૂતોની સ્થિતિ આંકડાકીય રીતે કફોળી દેખાઇ રહી છે.

આ પણ વાંચો – ગુજરાત / આજે બીજા દિવસે પણ સુરતમાં IT નાં દરોડાની કામગીરી યથાવત, બિલ્ડર લોબીમાં ફફડાટ

આપને જણાવી દઇએ કે, ગુજરાત મોડલનાં નામે મોટી રાજનીતિઓ થતા આપણે સૌ લોકોએ જોઇ છે પરંતુ અસલ કહાની નજીકથી જોયા બાદ સમજી શકાય. જણાવી દઇએ કે, કેન્દ્રનાં નેશનલ સેમ્પલ સર્વેનાં તારણની વાત કરીએ તો ગુજરાતમાં 42.5 ટકા ખેડૂતો દેવાનાં ડુંગર તળે છે. રાજ્યમાં લગભગ 43.19 લાખ ખેડૂતોમાંથી 22.61 લાખ ખેડૂતો દેવામાં દટાયા છે. આ મામલે આંધ્રપ્રદેશ પર ટોપ પર આવે છે, જ્યા 93.20 ટકા ખેડૂતોનાં શિરે દેવું છે. જ્યારે ગુજરાત દેવામાં 42.5 ટકા સાથે 14 માં ક્રમે છે.

રાજ્ય પ્રમાણે દેવાદાર ખેડૂતોની ટકાવારી

આંધ્રપ્રદેશ – 93.2
તેલંગણા – 91.7
કેરળ – 69.9
કર્ણાટક – 67.6
તામિલનાડુ – 65.1
ઓડિસા – 61.2
રાજસ્થાન – 60.3
પંજાબ – 54.4
મહારાષ્ટ્ર – 54.0
પશ્ચિમબંગાળ – 50.8
ત્રિપુરા – 47.7
હરિયાણા – 47.5
ઉત્તરાખંડ – 46.6
ગુજરાત –  42.5
ઉત્તરપ્રદેશ – 41.9

આ પણ વાંચો – Bollywood / પંજાબમાં ખેડૂતોએ કાર રોકી તો કંગનાએ કહ્યુ- દેશમાં જાહેરમાં થઇ રહ્યુ છે મોબ લિંચિંગ

ઉલ્લખનીય છે કે, આપણા દેશમાં ખેડૂતો વિશે મોટી મોટી વાતો કે વચનો કરવામાં આવે છે પરંતુ જમીની સ્તરે કામ કેટલલુ થાય છે તે આ આંકડાઓ પરથી જ સમજી શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને વચન આપ્યુ હતુ કે આવનારા સમયમાં ખેડૂતોની આવકમાં સુધારો કરશે પણ હાલમાં દેખાઇ રહેલી સ્થિતિ મુજબ આ વચન પર કામ દૂર દૂર સુધી થયુ હોય તેવુ લાગી રહ્યુ નથી. જે ખેડૂત દેશ માટે અનાજ ઉગાડે છે તે ખેડૂતની સ્થિતિ આટલી ખરાબ કેવી રીતે હોઇ શકે, પરંતુ આ એક સત્ય છે જે આંકડાઓ મારફતે આપણે જોઇ શકીએ છીએ. જોવાનુ રહેશે આવનારા સમયમાં ખેડૂતોની સ્થિતિમાં કોઇ સુધાર થાય છે કે કેમ?